Home /News /gujarat /

સોમવારે ભારત બંધઃ અમદાવાદમાં પોલીસ તૈનાત, રાજકોટમાં 400 શાળાઓમાં રજા જાહેર

સોમવારે ભારત બંધઃ અમદાવાદમાં પોલીસ તૈનાત, રાજકોટમાં 400 શાળાઓમાં રજા જાહેર

પ્રતિકાત્મક તસવીર

દેશમાં વધી રહેલ પેટ્રોલ અને ડીઝલના ભાવોને લઈને વિપક્ષની સૌથી મોટી પાર્ટી કોંગ્રેસે 10 સપ્ટેમ્બરે કેન્દ્ર સરકાર વિરૂદ્ધ 'ભારત બંધ'ની જાહેરાત કરી છે. કોંગ્રેસના આ નિર્ણયથી કેટલીક વિપક્ષી પાર્ટીઓએ સમર્થન કર્યું છે.

    દેશમાં વધી રહેલ પેટ્રોલ અને ડીઝલના ભાવોને લઈને વિપક્ષની સૌથી મોટી પાર્ટી કોંગ્રેસે 10 સપ્ટેમ્બરે કેન્દ્ર સરકાર વિરૂદ્ધ 'ભારત બંધ'ની જાહેરાત કરી છે. કોંગ્રેસના આ નિર્ણયથી કેટલીક વિપક્ષી પાર્ટીઓએ સમર્થન કર્યું છે. તો ગુજરાતમાં પણ ભારત બંધને લઇને તંત્ર સાબદુ બનેલું છે. સાથે સાથે ખાનીગ શાળાઓ બંધ રાકવાનો નિર્ણય સ્કૂલ સત્તાવાળાઓએ લીધો છે. અમદાવાદમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. બંધના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસ પણ હોવાના કારણે ગુજરાતમાં કોઇ અનઇચ્છનિય ઘટના ન બને તે માટે અરવલ્લીમાં કેટલીક બસોના રૂટ બંધ રાખવામાં આવ્યા છે.

    અમદાવાદમાં ઉચ્ચ અધિકારીઓ સહિત કુલ 2300 પોલીસ જવાનો તૈનાત

    મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં સોમવારે ભારત બંધના પગલે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ કાફલો તૈનાત કરાશે. જેમાં કુલ 2300 પોલીસ જવાનો અને 800 હોમગાર્ડના જવાનો રહેશે. પાત્ર માહિતી પ્રમાણે 3 DCP, 4 ACP, 30 PI, 150 PSI પણ તૈનાત રહેશે.

    અરવલ્લીમાં એસટી બસોના રૂટ બંધ કરાયા

    કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા સોમવારના ભારત બંધના પગલે સાવચેતીના ભાગ રૂપે અરવલ્લી જિલ્લાના એસટી વિભાગે કેટલીક એસટી બસોના રૂટ બંધ કરાયા છે. બાયડ-ધનસુરાની 16 જેટલી બસોના રૂટ બંધ કરાયા છે. જ્યારે અમુક વિસ્તારમાંથી એસટી બસોને પરત ડેપોમાં લવાઇ છે.

    રાજકોટમાં કોંગ્રેસના ભારત બંધને 400 ખાનગી શાળાઓમાં રજા જાહેર

    ભારત બંધના પગલે રાજકોટ શહેરની સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. ત્યારે રાજકોટ શહેરમાં આવેલી 400 જેટલી ખાનગી શાળાઓમાં રજા જાહેર કરાઇ છે. વિદ્યાર્થીઓના હિતમાં રજા અપાઇ હોવાનું જાણવા મળ્યું રહ્યું છે.

    તમામ સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, બોર્ડનિગમની કચેરીઓ ચાલુ રહેશે

    કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા ભારત બંધના પગેલ કલેક્ટર રાહુલ ગુપ્તાનું નિવેદન આપ્યું છે. કાલે સોમવારે તમામ સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, બોર્ડનિગરની કચેરીઓ ચાલું રહેવાનું જણાવ્યું હતું. સાથે સાથે જે કોઇ કાયદો હાથમાં લેશે તેમની સામે કાયદા મુજબની કાર્યવાહી કરવામાં આવશે એમ પણ જણાવ્યું હતું.
    Published by:ankit patel
    First published:

    Tags: Bharat Bandh, Petrol price, અમદાવાદ, ગુજરાત, ભારત

    આગામી સમાચાર