Home /News /gujarat /

કોંગ્રેસ નેતા બદરુદ્દીન શેખની રાજસ્થાનના લઘુમતી મોરચાના પ્રભારી તરીકે નિમણૂક

કોંગ્રેસ નેતા બદરુદ્દીન શેખની રાજસ્થાનના લઘુમતી મોરચાના પ્રભારી તરીકે નિમણૂક

બદુરુદ્દીન શેખની ફાઇલ તસવીર

મુસ્લિમ વોટ બેન્ક અંકે કરવા અગાઉ વિધાનસભાની ચૂંટણીમાં પણ બદરુદ્દીન શેખને રાજસ્થાન કોંગ્રેસ લઘુમતી મોરચાના પ્રભારી તરીકે નિમવામાં આવ્યા હતા.

    ન્યૂઝ 18 ગુજરાતી : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલ અને અમદાવાદ કોર્પોરેશનમાં વિવિધ પદ પર જવાબદારી નિભાવનાર મુસ્મિલ નેતા બદરુદ્દીન શેખની અલ્પ સંખ્યક વિભાગ દ્વારા રાજસ્થાનના ચૂંટણી પ્રભારી તરીકે નિમવામાં આવ્યા છે. આ ગુજરાતની રાજનીતિની મહત્ત્વપૂર્ણ બાબત છે. તેઓ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા હતા. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી અલ્પસંખ્યક વિભાગના અધ્યક્ષ નદીમ જાવેદ દ્વારા તેમની નિમણૂક કરવામાં આવી છે. રાજસ્થાનની લોકસભાની ચૂંટણીમાં સૌથી મોટી વાત એ સામે આવી રહી છે કે મતદાતાઓ ખુલીને પોતાનનો મત જણાવી રહ્યાં નથી. કહેવું મુશ્કેલ છે કે આ વખતે વોટરો કોના તરફે જશે.

    આ નિમણૂક વિશે બદરુદ્દીન શેખે જણાવ્યું હતું કે ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ જવાબદારી હતી. હું ખ્વાજા સાહેબ દરગાહ કમિટીમાં હું સભ્ય હતો. 23મી તારીખે ગુજરાતનું ઇલેક્શન સમાપ્ત થયા પછી હું રાજસ્થાન જઈશ. રાજસ્થાનના મુસ્લિમ નેતાઓ મારાથી પરિચિત છે, તેવા જયપુર, ઉદેપર, જોધપુર, ટોંક વગેરે વિસ્તારોમાં જઈશ. રાજસ્થાનમાં ખૂબ જ સારૂ વાતાવરણ છે, વિધાનસભામાં મારી અપેક્ષા કરતાં નબળું પરિણામ આવ્યું હતું”

    બદરુદ્દીન શેખની નિમણૂકની વિશે ભાજપના નેતા મહેબૂબ અલી ચિશ્તીએ જણાવ્યું હતું કે આ કોઈ મોટી જવાબદારી નથી મારા મતે આ રાજકીય પ્રક્રિયાનો ભાગ છે. આ એક મોરચા પુરતી જવાબદારી છે. ગુજરાતનો કોઈ પણ મુસ્લિમ નેતાએ મુસ્લિમ સમાજના વિકાસ માટે કે સલામતી માટે કોઈ કદમ ઉઠાવ્યા નથી. ગુજરાતના હાજીઓ માટે 2004-2014 સુધી કોંગ્રેસ સરકારે કઈ કર્યુ નથી. કોંગ્રેસ ફક્ત દુર્ભાવના ફેલવવાનું કામ કરે છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Badruddin Sheikh, Gujarat Loksabha Elections 2019, Loksabha elections 2019, કોંગ્રેસ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन