Home /News /gujarat /

‘સરકાર દેખાડો કરવા નર્મદાનું પાણી વેડફે છે, આ પાણી તરસ્યા ખેડૂતોને આપો’‘

‘સરકાર દેખાડો કરવા નર્મદાનું પાણી વેડફે છે, આ પાણી તરસ્યા ખેડૂતોને આપો’‘

પ્રતિકાત્મક તસવીર

'ગુજરાતના ડેમોમાં માત્ર ૧૫ થી ૨૦ ટકા પાણી જ રહ્યું છે. ઉનાળામાં પીવાના પાણીની ભયંકર તંગીનો સામનો કરવો પડે તેવી સ્‍થિતિ ઉભી થવાની છે. પશુધન ઘાસ અને પીવાના પાણીના અભાવે મોતના મુખમાં ધકેલાઈ રહ્યું છે ત્યારે નર્મદાનાં પાણીનો દેખાડો કરવા માટે વ્યય ન કરવામાં આવે'

વધુ જુઓ ...
    અછતનો સામનો કરી રહેલું આખું ગુજરાત જયારે પીવાના અને સિંચાઈના પાણીની તીવ્ર અછતનો સામનો કરી રહ્યું છે ત્‍યારે માત્ર પ્રધાનમંત્રીની તા.૨૨-૨૩ ડીસેમ્‍બરના કેવડીયા કોલોનીની મુલાકાત વખતે  સ્‍વચ્‍છ પાણી બતાવવા અને ફોટોજેનીક બેક ગ્રાઉન્‍ડ ઉભું કરવા માટે ભાજપ સરકારે શહેનશાહની જેમ નર્મદા ડેમનું ૨૦ થી ૪૦ મીલીયન કયુબીક મીટર પાણી સ્‍ટેચ્‍યુ ઓફ યુનીટી વીયરમાં છોડીને ખેડૂતો અને નાગરીકોના ભોગે પાણીનો ગુનાહીત વેડફાટ કર્યો હોવાનો આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કર્યો હતો.

    અર્જુન મોઢવાડિયાએ જણાવ્‍યું હતું કે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ ૩૧મી ઓકટોબરે સ્‍ટેચ્‍યુ ઓફ યુનીટીનું ઉદ્ધાટન કર્યું તે પહેલાં ૨૪મી ઓકટોબરે સ્‍ટેચ્‍યુની આસપાસ વીયરમાં પાણી ભરેલું દેખાય તે માટે નર્મદા ડેમમાંથી ૨૦ મીલીયન કયુબીક ફીટ પાણી છોડીને વેડફાટ કરવામાં આવેલો. આ પાણી હજી ભરેલું જ છે પરંતુ આ પાણી બંધીયાર થયેલું હોય લીલા કલરનું થયેલું છે અને થોડી વાસ આવે છે. પ્રધાનમંત્રીને સ્‍વચ્‍છ પાણી બતાવવા તથા ફોટોજેનીક સીન ઉભો કરવા માટે ફરીથી નર્મદા ડેમમાંથી ગોડબોલે ગેઈટ મારફતે ૪૫૦૦ કયુસેક પાણી છોડીને સ્‍ટેચ્‍યુ ઓફ યુનીટીના વીયર ડેમમાં ૨૦ થી ૪૦ MCM પાણી ભરવામાં આવી રહ્યું છે.“એક તરફ આખુ ગુજરાત અને તેમાં પણ ખાસ કરીને કચ્‍છ-સૌરાષ્‍ટ્ર, મધ્‍ય અને ઉત્તર ગુજરાના વિસ્‍તારો પીવાના પાણીની ભારે તંગે અનુભવી રહ્યા છે."

    "ગુજરાતના ડેમોમાં માત્ર ૧૫ થી ૨૦ ટકા પાણી જ રહ્યું છે. ઉનાળામાં પીવાના પાણીની ભયંકર તંગીનો સામનો કરવો પડે તેવી સ્‍થિતિ ઉભી થવાની છે. પશુધન ઘાસ અને પીવાના પાણીના અભાવે મોતના મુખમાં ધકેલાઈ રહ્યું છે.ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પુરું પાણી મળતું નથી. પોતાના ખેતરમાં નર્મદા મેઈન અને બ્રાંચ કેનાલમાંથી પાણી લેનાર ખેડૂતોને ચોર કહીને જેલમાં પુરવામાં આવી રહ્યા છે ત્‍યારે ભોગી શહેનશાહોની જેમ સ્‍ટેચ્‍યુ ઓફ યુનીટીના નર્મદા વીયર ડેમનું જુનું પાણી કાઢીને નવું ભરવામાં આવી રહ્યું છે તે નાણા અને પાણીનો ગુનાહિત વ્‍યય છે.” મોઢવાડિયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું.

    મોઢવાડિયાએ ભાજપ સરકારની આકરી ઝાટકણી કાઢતાં જણાવ્‍યું હતું કે, ભારતીય જનતા પાર્ટીને નર્મદા અને બીજી નદીઓના પાણીનો પીવા અને સિંચાઈ માટે કરકસરયુક્‍ત ઉપયોગ કરવાને બદલે ભોગી શહેનશાહોની જેમ નજારો ઉભો કરવા માટે કરવાની ટેવ પડી ગઈ છે. નર્મદા કેનાલનું પાણી કચ્‍છમાં હજી સુધી સિંચાઈ માટે પૂરું પાડયું નથી પરંતુ ઉદ્યોગો માટે પાઈપલાઈનથી વર્ષો પહેલાં પાણી પહોંચાડી દીધું છે.”

    કોંગેસે વધુમાં આક્ષેપ કરતા કહ્યું કે, આ જ રીતે નર્મદા યોજનામાં ચોમાસા દરમ્‍યાન દરિયામાં વહી જનાર પાણીમાંથી ૧ લાખ એમ.એ.એફ. પાણીથી સૌરાષ્‍ટ્રના ૧૧૫ ડેમો ભરવાની ‘સૌની' યોજનાના ફેઈઝ-૧નું ઉદ્‌ઘાટન પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ ગત ઉનાળામાં જૂન-૨૦૧૭માં કરીને નર્મદાનું પાણી રાજકોટના આજી ડેમમાં નાંખવાની શરૂઆત કરી હતી. સ્‍વાભાવિક રીતે ઉનાળામાં નર્મદાના પાણીનો ઉપયોગ પીવા-સિંચાઈમાં કરવાનો હતો, પરંતુ પ્રધાનમંત્રી અને ભાજપના આગેવાનો માટે આજી ડેમ ખાતે ફોટોજેનીક સીન ઉભો કરવા ચોમાસાની શરૂઆતમાં વરસાદ પહેલા બિનજરૂરી રીતે આજી ડેમ નર્મદાના પાણીથી ભરવામાં આવ્‍યો. જેને કારણે ચોમાસામાં આજી નદીનું પાણી દરિયામાં વહી ગયું”
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: BJP Congress, Narmada water, Vijay Rupani, નરેન્દ્ર મોદી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन