Home /News /gujarat /

મેટ્રોમાં બેસવાનું સપનું પુરૂ, પ્રથમ તબક્કાની બે ટનલનું કામ પૂર્ણ, 4 માર્ચે ઉદ્ધાટન

મેટ્રોમાં બેસવાનું સપનું પુરૂ, પ્રથમ તબક્કાની બે ટનલનું કામ પૂર્ણ, 4 માર્ચે ઉદ્ધાટન

મેટ્રો ટ્રેનની ક્ષમતા કુલ 800 પેસેન્જરની છે. 3 કોચની એક ટ્રેનની લંબાઇ 67.32 મીટર છે.

મેટ્રો ટ્રેનની ક્ષમતા કુલ 800 પેસેન્જરની છે. 3 કોચની એક ટ્રેનની લંબાઇ 67.32 મીટર છે.

  અમદાવીદીઓ માટે સારા સમાચાર છે. હવે મેટ્રો ટ્રેનમાં સફર કરવાનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે. અમદાવાદમાં મેટ્રોના આગમન માટે જબરદસ્ત તૈયારીઓ વચ્ચે એપરલ પાર્કથી કાલુપુરને જોડતી ટનલનું પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.

  પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદમાં પ્રથમ તબક્કામાં પશ્ચિમ વિસ્તારમાં કાંકરીયાના પૂર્વ સ્ટેશન એપરલ પાર્કથી કાલુપુરને જોડતી 6..83 કિલોમીટર અંડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેનની કામગીરીના પ્રથમ 1.75 કિલોમીટરની બે ટનલ તૈયાર થઈ ગઈ છે. જેનું ઉદ્ધાટન 4 માર્ચે પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે.

  અમદાવાદના એપરલ પાર્કથી કાલુપુરને જોડતી ભૂગર્ભ ટનલનું કામ પુર્ણ થઈ ગયું છે. કુલ 1 પોઈન્ટ 75 કિલોમીટર લાંબી ટનલનું કામ પુર્ણ કરાયું છે. પ્રથમ તબક્કામાં એપરલ પાર્કથી કાલુપુરને જોડતી ટનલ બનાવવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચોથી માર્ચે વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીની મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કરવાના છે. જે બાદ ભવિષ્યમાં એપરલ પાર્કથી આગળના ફેઝ વનના રૂટ પર કામ હાથ ધરવામાં આવશે.

  તમને જણાવી દઈએ કે, ઇસ્ટ - વેસ્ટ કોરિડોરના કાલુપુર , કાંકરીયા , પી - કોટ અને શાહપુર એમ ચાર અન્ડરગ્રાઉન્ડ સ્ટેશશનોનો સમાવેશ થાય છે. આ અન્ડરગ્રાઉન્ડ સેકશનને બે કોન્ટ્રાક્ટ વચ્ચે વિભાજીત કરવામાં આવેલ હતો. જે માંથી ૨ . ૫ કી . મીટરનો જી - ૧નો કોન્ટ્રાકટ મેસર્સ એફ કન્સ ઇન્ફાસ્ટ્રકચર લિમીટેડને અને ૪ . ૦ કી . મીટરનો યુજી .રનો કોન્ટ્રાકટ મેસર્સ એલ એન્ડ ટી . લિમીટેડને આપવામાં આવ્યો છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ના અન્ડરગ્રાઉન્ડ સેકશનમાં ચાર ટીબીએમ મશીન હાલની સ્થિતિએ કામ કરી રહ્યા છે, અને અત્યાર સુધીમાં 60 ટકા ટનલીંગનું કામ પૂર્ણ થઇ ગયું, અને ચારેય અન્ડરગ્રાઉન્ડ સ્ટેશનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યુ છે.

  ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના યુજી - ૧ના કોન્ટ્રાકટર મેસર્સ એક્કોસ ઇન્ફાસ્ટ્રકચર લિમીટડે પ્રથમ ટીબીએમ તારીખ પમી એપ્રિલ ૨૦૧૮ના શરૂ કરવામાં આવ્યું હતું, અને બીજુ ટીબીએમ તારીખ ૨૦મી જુન ૨૦૧૮ના રોજ શરૂ કરાયું હતું. આ બન્ને ટીબીએમન અને ટીબીએમ - ૨ એ બન્ને ટનલ છેલ્લા દશ મહિનામાં સરેરાશ ૬ થી ૭ મીટર / પ્રતિ દિવસની ઝડપે જુના અમદાવાદના ગોમતીપુર , સરસપુર , કાંકરીયા જેવા ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાંથી અને અલગ અલગ ભૂસ્તરીય પરિસ્થિતિમાંથી પસાર થઇને ટનલીંગનું કાર્ય પૂર્ણ કરયુ છે. પ્રથમ ફેઈઝ 40 કી.મીનો છે, તેમાં 33.5 કી.મી એલિવેટેડ એટલે કે ઓવર બ્રિજ અને 6.50 કી.મી અન્ડર ગ્રાઉન્ડ છે, આ રૂટ પર 32 સ્ટેશનો આવશે.

  મેટ્રો ટ્રેનની ખાસીયત
  મેટ્રો ટ્રેનની ક્ષમતા કુલ 800 પેસેન્જરની છે. 3 કોચની એક ટ્રેનની લંબાઇ 67.32 મીટર છે. જ્યારે કે મહત્તમ પહોળાઇ 2.90 મીટર છે. ટ્રેનની ઉંચાઇ 3.98 મીટર છે. જ્યારે કે ટ્રેનની સરેરાશ સ્પીડ 34 કિલોમીટર છે. પરંતુ ટ્રેન 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. ટ્રેનની મહત્તમ સ્પીડ 90 કિલોમીટર પ્રતિ કલાક છે. ત્યારે પીક અવર્સ દરમ્યાન 1.75 મિનિટે એક ટ્રેન દોડશે. જ્યારે કે ભીડ ઓછી હોય ત્યારે દર 15 મિનિટે એક ટ્રેન દોડશે. દરેક સ્ટેશન પર ટ્રેન 30 સેકન્ડ ઉભી રહેશે. ઇસ્ટ-વેસ્ટ કોરિડોરમાં 7 કિલોમીટરનો અન્ડરગ્રાઉન્ડ રૂટ રહેશે. જ્યારે કે અમદાવાદના મેટ્રો ટ્રેનના કુલ 34 સ્ટેશનો રહેશે. જે પૈકી 4 સ્ટેશનો અંડરગ્રાઉન્ડ છે. ટ્રેન ચલાવવા અને મેઇન્ટેન કરવા 606 એન્જિનિયરો ફરજ બજાવશે. એન્જિનિયરો સ્ટેશન કંટ્રોલર અને ટ્રેન ઓપરેટિંગની કામગીરી કરશે.

  આ ટ્રેન વિશ્વની અદ્યતન ટેક્નોલોજી આધારીત ટ્રેન જીઓએ થ્રી એટલે કે ગ્રેડ ઓફ ઓટોમેશન પર દોડશે. જે પ્રમાણે ટ્રેનમાં ટ્રાઈવર નહીં હોય. પરંતુ ઈમરજન્સી પરિસ્થિતિ માટે ટ્રેનમાં સ્ટાફ મેમ્બર હાજર રહેશે. ટ્રેનની સમગ્ર બોડી સ્ટેનલેસ સ્ટીલની છે. વીજળી જવાના સંજોગોમાં લાઇટ, એસી, વેન્ટીલેશન માટે એક કલાક સુધીનો બેટરી બેકઅપ પણ ઉપલબ્ધ રહેશે.

  ફૂલ્લી ઓટોમેટિક ટ્રેનમાં ઇમરજન્સી એર બ્રેકની પણ સુવિધા છે. કે જેથી ટ્રેનના વ્હીલ સ્લીપ કે સ્લાઇડ ન થાય. ટ્રેનની ડિઝાઇન પણ એવી બનાવાઇ છે કે તે અકસ્માતમાં અથડાય તો તેને ઓછું નુકસાન થાય. ટ્રાયલ રન બાદ અમદાવાદમાં આગામી દિવસોમાં મેટ્રો દોડતી થઇ જશે અને અમદાવાદીઓનું મેટ્રો ટ્રેનમાં સફર કરવાનું સપનું સાકાર થશે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Complete, Metro train, Two, Work, પ્રથમ તબક્કો

  આગામી સમાચાર