સંજય જોશી, અમદાવાદ : એક તરફ સરકાર મહિલાઓ અને બાળકો માટે વિશેષ યોજનાઓ જાહેર કરે છે અને તેમના વિકાસ અને પોષણ માટે કઈ પણ કરી છુટવાના દાવાઓ કરે છે. બીજી તરફ હાઈકોર્ટમાં રાજ્યમાં સગર્ભા મહિલાઓ અને બાળકો માટેનું અનાજ બજારમાં વેચાતું હોવાની ફરિયાદ થઈ છે. નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ અંતર્ગત સગર્ભા અને કુપોષણથી બચાવવા આંગણવાડીમાં ભણતા બાળકો માટે અને ૧૪ વર્ષથી નીચેના બાળકો માટે મફત ભોજન તેમજ ઘઉં, ચોખા અને કઠોળ જેવા ધાન્ય રાહત દરે આપવા માટે ઈશ્યુ કરવાના સર્ટિફિકેટમાં ગેરરીતિ થતી હોવાનો આરોપ છે.
જે લોકોને લાભ મળવો જોઇએ એવા વ્યક્તિઓને કાર્ડ ઇશ્યુ થતા નથી અને જે વ્યક્તિઓ આ લાભ મેળવવા લાયક નથી તેવા લોકો ને ખોટી રીતે કાર્ડ ઈશ્યુ થયા છે તેવી કોર્ટમાં અરજદારે રજૂઆત કરી છે. ગરીબોને મળવાપાત્ર લાભ સરકારી નોકરી કરનારા લોકો, જમીન ધારકો અને વગવાળી વ્યક્તિઓ લેતા હોવાની હાઈકોર્ટમાં રજૂઆત થઈ છે.
સિદ્ધપુરમાં ચાલતી ગેરરીતિનું લિસ્ટ કોર્ટ સમક્ષ મુકાયું છે. અરજીમાં થયેલી રજૂઆત અને આક્ષેપ બાબતે હાઈકોર્ટે રાજ્ય સરકારનો ખુલાસો માંગ્યો છે. આ કેસમાં આગામી તારીખ 4 ઓક્ટોબરે વધુ સુનાવણી હાથ ધરાશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર