Ahmedabad: જેલમાં ગયો છતાં ન સુધર્યો યુવક, 50 હજારના કાપડની અદાવતમાં મહિલાના પિતાને આપી ધમકી
Ahmedabad: જેલમાં ગયો છતાં ન સુધર્યો યુવક, 50 હજારના કાપડની અદાવતમાં મહિલાના પિતાને આપી ધમકી
આરોપીની વારંવાર ધમકીથી પોતાના જીવને જોખમ હોવાથી ફરિયાદીએ આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી
આરોપી યુવકને ફરિયાદીની પુત્રી સાથે મિત્રતા હતી. જો કે યુવતીએ આ યુવક સાથે મિત્રતા નહીં રાખતા, આરોપી વારંવાર જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો. ગત ડિસેમ્બર મહિનામાં યુવતીના પતિના બાઈક સાથે બાઈક અથડાવીને છરી વડે હુમલો કરતા તેના પતિને ગળાના ભાગે ગભીર ઇજા પહોંચી હતી.
અમદાવાદ: તમારી દીકરીને મેં રૂપિયા 50 હજારના કાપડ લઈ આપ્યા છે, જે કપડાં મને પરત આપો. જો કે યુવતીના પિતાએ આ બાબતે તેઓ કઈ જાણતા ન હોવાનું કહેતા જ યુવક ઉશ્કેરાયો હતો અને ધમકી આપી હતી કે, તમારે શાંતિથી કપડાં આપી દેવા છે કે પછી ફરીથી પહેલાં જેવું કરવું પડશે. આમ કંટાળીને યુવતીના પિતાએ એલિસબ્રીજ પોલીસમાં (Ellisbridge Police) યુવક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.
આરોપી યુવકને ફરિયાદીની પુત્રી સાથે મિત્રતા હતી. જો કે યુવતીએ આ યુવક સાથે મિત્રતા નહીં રાખતા, આરોપી વારંવાર જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો. ગત ડિસેમ્બર મહિનામાં યુવતીના પતિના બાઈક સાથે બાઈક અથડાવીને છરી વડે હુમલો કરતા તેના પતિને ગળાના ભાગે ગભીર ઇજા પહોંચી હતી. જે અંગે તેમણે એલિસબ્રીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જો કે જામીન પર છૂટ્યા બાદ આરોપી ફરિયાદીને વારંવાર ધમકી આપતો હતો. પરંતુ તો ફરિયાદીએ જે તે સમયે કોઈ પોલીસ ફરિયાદ કરેલ ના હતી.
આજે સવારે ફરિયાદી જ્યારે તેમના ઘરે હાજર હતા તે દરમિયાન આરોપીએ તેમને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, મેં તમારી દીકરીને રૂપિયા 50 હજારના કપડાં લઈ દીધેલ હતા. જે કપડાં મને પરત આપો. જોકે ફરિયાદીએ આ કપડાં બાબતે કંઇ જાણતાં ન હોવાનું કહીને આરોપીને વારંવાર ફોન કરીને હેરાન પરેશાન બંધ કરવા માટે જણાવ્યું હતું. જેથી આરોપી કહ્યું હતું કે તમારે શાંતિથી કપડાં આપી દેવા છે કે પછી ફરીથી પહેલાં જેવું કરવું પડશે.
આમ આરોપીની વારંવાર ધમકી થી પોતાના જીવને જોખમ હોવાથી ફરિયાદીએ આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર