Home /News /gujarat /ઢોંગી ઢબુડી મા માટે પત્રકારને ધમકી આપનાર સમર્થક વિરુદ્ધ ફરિયાદ
ઢોંગી ઢબુડી મા માટે પત્રકારને ધમકી આપનાર સમર્થક વિરુદ્ધ ફરિયાદ
આ અંગે વિજ્ઞાન જાથાનાં ચેરમેન જયંત પંડ્યાએ જણાવ્યું કે કોઇ વ્યક્તિ આર્થિક પ્રવચન કરે તો તેની સામે વાંધો નથી. પરંતુ પોતાને દેવીનું સ્વરૂપ કહેનાર ધનજી ઓડ અંધશ્રદ્ધા ફેલાવી ગરીબ લોકોને છેતરી રહ્યાં છે.
થોડા દિવસથી 'ઢબુડી મા' બનેલો ધનજી ઓડ ઘણો જ ચર્ચામાં છે. ત્યારે આજે બની બેઠેલા ઢબુડી માતા એટલે કે ધનજી ઓડના સમર્થક વિરુદ્ધ પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવામાં આવી
થોડા દિવસથી 'ઢબુડી મા' બનેલો ધનજી ઓડ ઘણો જ ચર્ચામાં છે. ત્યારે આજે બની બેઠેલા ઢબુડી માતા એટલે કે ધનજી ઓડના સમર્થક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બે-ચાર દિવસથી ઢબુડીના માના તમામ ઢોંગનો મીડિયામાં પર્દાફાશ થઈ રહ્યો છે. જેને પગલે બની બેઠેલ ઢબુડીમાં ખુબ ચર્ચાનો વિષય બની ગયો છે. આ સમયે ઢબુડી માના એક સમર્થકે એક પત્રકારને ધમકી ભર્યો ફોન કર્યો હતો, જેને પગલે આજે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, મીડિયામાં ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માના ઢોંગની ચર્ચાઓએ ખુબ જોર પકડ્યું હતું, જેને લઈ એક સમર્થકે એક પત્રકારને ધમકી આપી કે, ઢબુડી મા વિરુદ્ધ ખોટો પ્રચાર બંધ કરી દો. આ સમર્થક દ્વારા જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હોવાનું ફરીયાદીએ જણાવ્યું છે. આ સાથે સમર્થક દ્વારા આપવામાં આવેલી ધમકીનું એક ઓડિયો રેકોર્ડિંગ પણ આપવામાં આવ્યું છે. જેને આધારે ઢબુડી માના સમર્થક વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.
પોલીસ તરફથી પત્રકારની ફરિયાદ બાદ હવે ધમકી આપનાર સમર્થકની ઝડપી પૂછપરછ કરવામાં આવશે, આ સિવાય આ મામલે ધનજી ઓડની પણ પૂછપરછ કરવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદનાં હાથીજણ વિસ્તારમાં ધનજી પટેલે થોડા સમય પહેલા ગાદી ભરી હતી. ત્યાં ધનજી અને ટીમે ગાદી ભરવાની પરવાનગી લીધી હતી સાથે પરવાનગી લીધા વગર ડ્રોન ઉડાવ્યાં હતાં. આ ઉપરાંત આજે પોલીસને તે પોતાના અમદાવાદનાં ભાડાનાં ઘર પર ન મળતા ત્યાં નોટિસ લગાવવામાં આવી છે. પેથાપુર પોલીસ સ્ટેશનમાં ભીખાભાઇની અરજી બાદ પોલીસ તપાસ માટે ધનજી ઓડના ભાડાના બંગલા પર પહોંચી હતી. પરંતુ ત્યાં ત્યારે કોઇ ન હતું. જેથી બંગ્લાની બહાર નોટિસ ચોંટાડી પોલીસ જતી રહી હતી. આ નોટિસમાં લખવામાં આવ્યું હતું કે, આ ધનજી ઓડને પેથાપુર પોલીસ સ્ટેશમાં હાજર થવાનું રહેશે અને તેની વિરુદ્ધ થયેલી ફરિયાદ અરજી અંગે જવાબ આપવાનો રહેશે.
'હું લોકોની સેવા કરૂં છું'
પીડિતની આ ફરિયાદ બાદ ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડે મીડિયા સામે આવીને કહ્યું હતું કે 'મારી સામેના આક્ષેપો ખોટા છે, હું લોકોની સેવા કરું છું અને વડીલોની મર્યાદા રાખવી તેવું જણાવું છું. હું કોઈને ઢબુડી માતાનો દિવો કે અગરબત્તી કરવાનું કહેતો નથી. બે લાખ લોકો કહેશે ત્યાર પછી જ હું ચૂંદડી હટાવીશ.' આ ઉપરાંત કહ્યું હતું કે 'આજે મારી સામે જે ફરિયાદ કરવામાં આવી છે, તે ફરિયાદી મને મળ્યા નથી. જો તે મને ત્રણ વર્ષ પહેલા મળ્યા હોય તો પૂરવાર કરીને બતાવે. મેં દવા બંધ કરવાનું ક્યારેય કહ્યું નથી. આ શ્રદ્ધાનો વિષય છે. લોકો સામેથી આવે છે, હું કોઈને બોલાવતો નથી. મારા પ્રસાદમાંથી ગરીબો ભોજન લે છે. મારી પાસે એક કરોડનો બંગલો છે, 50 લાખનો બંગલો અને ગાડી છે તેવા આક્ષેપો થયા છે, તો તેને સાબિત કરી બતાવે.'