હર્મેશ સુખડીયા, અમદાવાદ: ડુપ્લીકેટ સર્ટિફિકેટનો ઉપયોગ કરીને સરકારી નોકરી મેળવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ડુપ્લીકેટ સર્ટિફિકેટના આધારે નોકરી મેળવી 20 મહિના સુધી ફરજ બજાવ્યા બાદ આ સમગ્ર મામલો સામે આવ્યો છે.
આ સમગ્ર મામલે મીના નામની વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઇ છે. જ્યારે આ વ્યક્તિએ ક્ષત્રપતિ શાહુજી યુનિવર્સિટીની બોગસ ડીગ્રી મેળવી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં પ્રોબેશનલ ઓફિસર તરીકે ફરજ બજાવી હતી.
નોકરીના 20 મહિના બાદ આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. આરોપીના સર્ટિફિકેટ વેરીફાય કરતાં ડમી સર્ટિફિકેટ મામલે પર્દાફાશ થયો હતો. જ્યારે આ મામલે આરોપી સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર