Home /News /gujarat /

કોંગ્રેસની નવી ચાલ! ટુડેઝ ચાણક્યના સર્વેને લઈ ભ્રમ, કોંગ્રેસ IT સેલના ચેરમેન સામે ફરિયાદ

કોંગ્રેસની નવી ચાલ! ટુડેઝ ચાણક્યના સર્વેને લઈ ભ્રમ, કોંગ્રેસ IT સેલના ચેરમેન સામે ફરિયાદ

આ મુદ્દે સાયબર ક્રાઈમમાં ગુજરાત કોંગ્રેસ આઈટી સેલના ચેરમેન સામે ફરિયાદ નોંધવામાં આવી...

આ મુદ્દે સાયબર ક્રાઈમમાં ગુજરાત કોંગ્રેસ આઈટી સેલના ચેરમેન સામે ફરિયાદ નોંધવામાં આવી...

ગુજરાત કોંગ્રેસના આઈટી સેલના ચેરમેન રોહન ગુપ્તાએ પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ સોશિયલ મીડિયામાં એક એક્ઝિટ પોલ વાયરલ કર્યો હતો, જેમાં એવું દર્શાવાયું હતું કે, 89 બેઠક માટે થયેલ મતદાનમાં ભાજપ કરતા કોંગ્રેસને વધુ બેઠકો મળશે. આ મુદ્દે સાયબર ક્રાઈમમાં ગુજરાત કોંગ્રેસ આઈટી સેલના ચેરમેન સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ટુડેઝ ચાણક્યના નામને લઈને પૈદા થયો ભ્રમ. ગુજરાતમાં યોજાયેલી 89 બેઠક પરના મતદાનને લઈને કોંગ્રેસ દ્વારા એક સર્વે એજન્સીનો રિપોર્ટ ટ્વીટ કરાતા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.

કેટલીંય ચૂંટણીમાં સટીક ભવિષ્યવાણી કરી ચૂકેલી સર્વે એજન્સી ટુડેઝ ચાણક્યના નામને લઈને હવે કોંગ્રેસને ટ્વીટર પર સ્પષ્ટતા કરવી પડી રહી છે. ગુજરાત કોંગ્રેસ આઈટી સેલના ચેરમેન રોહન ગુપ્તા તરફથી કરાયેલા ટ્વીટના એક સર્વેમાં કહેવાયું છે કે ગુજરાતમાં પહેલા ચરણની સીટો પર થયેલા મતદાનમાં કોંગ્રેસ મોટા અંતરથી જીતી રહી છે. જેને લઈને ટુડેઝ ચાણક્યએ ટ્વીટર એકાઉન્ટ પર આપત્તિ દર્શાવી છે.. અને આવો કોઈ જ સર્વે તેમના તરફથી ના કરાયો હોવાનું કહેવાયું છે.

કોંગ્રેસની નવી ચાલ !
સર્વે એજન્સી ટુડેઝ ચાણક્યને લઈને ભ્રમ
કોંગ્રેસ ગુજરાત આઈ ટી સેલના ચેરમેને કર્યું ટ્વીટ
ટ્વિટર પર કરી સ્પષ્ટતા
ટુડેઝ ચાણક્યએ કોંગ્રેસના સર્વેને નકાર્યો

સ્પષ્ટતા કરતા પહેલા રોહન ગુપ્તાએ કરેલા ટ્વીટ મુજબ...ભાજપ પ્રત્યે પ્રજાનો રોષ દેખાયો છે.. અને નોટબંધી સહિત વિવિધ આંદોલનો ભાજપને ભારે પડ્યા છે.. જેની અસર આ ચૂંટણીમાં જોવા મળી રહી છે. 89 બેઠકો પર થયેલી ચૂંટણીમાં ચાણક્ય ઈન્ડિયાના સર્વે મુજબ કોંગ્રેસના ફાળે 65 તો ભાજપના ફાળે 22 અને અન્યને 2 સીટો મળી શકવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. તો બીજી તરફ કોંગ્રેસ પોતાની હારને સહન ન કરી શકતી હોવાથી બફાટ કરતી હોવાનું ભાજપનું કહેવું છે.

રોહને ટ્વિટર પર સ્પષ્ટતા કરી કે ગુજરાત કોંગ્રેસ આઈટી સેલે પોર્ટ ચાણક્ય ઈન્ડિયા ડોટ ઈનની સાથે ઓનલાઈન પોલ કર્યો હતો. જેનો ટુડેઝ ચાણક્ય સાથે કોઈ સંબંધ નથી. મહત્વનું છેકે બંનેના નામોમાં ચાણક્ય હોવાથી મોટો ભ્રમ પેદા થયો હતો.. અને સોશિયલ મિડીયા પર ટુડેઝ ચાણક્યના નામથીજ તેને શેર કરાતો હતો.
First published:

Tags: Assembly Election2017, Gujarat Electioin 2017, આવેદન

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन