Home /News /gujarat /

રાજ્યમાં હજી બે દિવસ રહેશે કોલ્ડ વેવની સ્થિતિ, ફૂંકાશે ઠંડા પવન

રાજ્યમાં હજી બે દિવસ રહેશે કોલ્ડ વેવની સ્થિતિ, ફૂંકાશે ઠંડા પવન

પ્રતિકાત્મક તસવીર

ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે આવતા ઠંડા પવનોને કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યુ છે.

    ગુજરાતમાં શિયાળાની ઋતુ જામી છે રાજ્યભરમાં ગાત્રો થીજવતી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે આવતા ઠંડા પવનોને કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યુ છે. ગઇકાલે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ ભાગોમાં પણ પારો સામાન્યથી ત્રણ ડિગ્રી ઉચકાયોં હતો પરંતુ દિવસભર કાતીલ અને સુસવાટાભર્યા પવનો ફૂંકાવાનુ યથાવત રહ્યું હતુ. આજે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર છે.

    નલિયામાં લઘુત્તમ 6.2 ડિગ્રી તાપમાન છે. જ્યારે ડીસામાં 8.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. કંડલામાં 10.4 ડિગ્રી તાપમાન છે. અમદાવાદમાં સીઝનનું અત્યાર સુધીનું સૌથી ઓછું તાપમાન નોંધાયુ છે. અમદાવાદમાં 10.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન છે. રાજકોટમાં 11 ડિગ્રી, ગાંધીનગરમાં 11.2 ડીગ્રી, ભૂજ, અમરેલી અને વલસાડમાં 11.6 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તો દીવમાં 12 ડિગ્રી, વડોદરામાં 12.6 ડિગ્રી સુરેન્દ્રનગર 13.2 ડિગ્રી અને ભાવનગરમાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

    Videoમાં જુઓ ઠંડીમાં માઉન્ટ આબુનો માહોલ

    ઠંડીથી મોત

    દક્ષિણ ગુજરાતમાં પણ ઠંડીનો પ્રકોપ યથાવત રહેતા કીમ ચાર રસ્તા ખાતે મહિલાનું ઠંડીના કારણે મોત થયું હોવાનું બહાર આવ્યું છે. કીમ ચાર રસ્તાથી માંડવી તરફ જવાના રોડ ઉપર એક લાકડાના બેન્સા ઉપર સૂતેલી અંદાજે 35 વર્ષની વયની મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો.

    બે દિવસ ફૂંકાશે ઠંડા પવન

    તાપમાન ઉંચકાયુ હોવા છતાં લોકોને ઠંડીમાં કોઈ રાહત થઈ ના હોવાથી ઠંડા પવનોમાં ઠુંઠવાયા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને તેના કારણે હવાના દબાણની સ્થિતિ સર્જાતા ઉતર પૂર્વના પવનનો મારો આગામી બે દિવસ યથાવત રહેવાની સંભાવના છે. આ જોતા સમગ્ર રાજયમાં હજી બે દિવસ કોલ્ડ વેવની સ્થિતિ છવાયેલી રહેશે. તાપમાનમાં હજુ પણ બેથી ચાર ડિગ્રીનો ઘટાડો થવાની શકયતા છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Cold Wave, Winter, ગુજરાત

    આગામી સમાચાર