Home /News /gujarat /સોલા સિવિલમાં એક વર્ષમાં 15થી વધુ બાળકો સાંભળતા અને બોલતા થયા

સોલા સિવિલમાં એક વર્ષમાં 15થી વધુ બાળકો સાંભળતા અને બોલતા થયા

ફાઇલ તસવીર

કૉક્લિયર ઇમ્પ્લાન્ટના ઓપરેશન કરવામાં આવી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં 15થી વધુ બાળકોના કૉક્લિયર ઇમ્પ્લાન્ટ દ્વારા બાળકોને બોલતા કરવામાં આવ્યા હતા.

    હિમાંશુ વોરા, અમદાવાદઃ જન્મજાત કે આકસ્મિક બહેરામૂંગા બાળકોના માતા માટે હવે વધુ એક ખુશખબર છે. શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત હવે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં પણ થઇ રહ્યા છે. કૉક્લિયર ઇમ્પ્લાન્ટના ઓપરેશન કરવામાં આવી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં 15થી વધુ બાળકોના કૉક્લિયર ઇમ્પ્લાન્ટ દ્વારા બાળકોને બોલતા કરવામાં આવ્યા હતા.

    દેશમાં એક હજાર બાળકોએ ત્રણ બાળકો ડેપ્થ એન્ડ મ્યુટ જન્મતા હોય છે ત્યારે જન્મ જાત બાળકોની બહેરાશ બાબતે બાળકના માતા પિતાને મોડી જાણ થતી હોય છે. પરિણામે બાળકનો માનસિક વિકાસની સાથે શારીરિક વિકાસમાં પણ ગંભીર અસર જોવા મળે છે. બાળકમાં જો શ્રવણ શક્તિ હોય તો બાળક ઝડપી બોલતા થાય છે. ત્યારે સમયસર બાળકની સારવાર કરાવવી ખુબ જરૂરી હોય છે.

    ગુજરાત સરકાર દ્વારા આ પ્રકારના બાળકોમાં શાળા આરોગ્ય પ્રોગ્રામ અંતર્ગત કૉક્લિયર ઇમ્પ્લાન્ટની ફાળવણી પણ કરવામાં આવી છે. જેનો સંપૂર્ણ ખર્ચ અંદાજે 5થી 7 લાખ રૂપિયા થાય છે. જે ગરીબ અને સામાન્ય વાલીઓને પોષાય તેમ હોતું નથી. માટે હવે તમામ ખર્ચ સરકાર દ્વારા ઉઠવામાં આવી રહ્યો છે. બાળકને ઓપરેશન દ્વારા ઇલેક્ટ્રોનિક ચેતાતંત્ર લગાવવામાં આવે છે. જેથી કરીને બાળકોમાં શ્રવણ શક્તિ આવે ત્યાર બાદ ઓડિયોલોજિસ્ટની મદદથી બાળકોને બોલતા કરવામાં આવી રહ્યા છે.

    આ પણ વાંચોઃ-ગુજરાત સ્થાપના દિવસે રાજ્યના ૬૦ શ્રેષ્ઠીઓને ‘ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડ’ અપાશે

    એક વાલીના જણાવ્યા પ્રમાણે એક તરફ સરકાર આરોગ્ય ક્ષેત્રે અનેક યોજનાઓ ચલાવી રહી છે ત્યારે શાળા આરોગ્ય કાર્યક્રમમાં જન્મજાત ડેપ્થ એન્ડ મ્યુટ બાળકો માટે કૉક્લિયર ઇમ્પ્લાન્ટ આવરી લેતા ડેપ્થ એન્ડ મ્યુટ બાળકોના વાલીઓ માટે ખુબ મોટી રાહત થઇ છે. કોઈપણમાં હોય પોતાના બાળકના મુખેમાં શબ્દના સાંભળે ત્યાં સુધી માતૃત્વનું સુખ અધૂરું રહે છે ત્યારે સોલા સિવિલ હોસ્પિટલમાં કૉક્લિયર ઇમ્પ્લાન્ટ બાદ એક અનોખી ખુશી બાળકની માતાઓને થતી હોય છે.

    અમદાવાદ સિવિલ હોસ્પિટલ બાદ હવે સોલા સિવિલ હોસ્પિટલમાં કૉક્લિયર ઇમ્પ્લાન્ટ શરુ થતા ધીરેધીરે કૉક્લિયર વિષે જાગૃતિ પણ આવી રહી છે. ત્યારે વધુમાં વધુ ઇએનટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ હવે કૉક્લિયર ઇમ્પ્લાન્ટ કરતા થાય તે હેતુથી સરકાર દ્વારા વિશેષ માસ્ટર સર્જરીમાં કૉક્લિયર ઇમ્પ્લાન્ટ વિષય પણ શરુ થઇ રહ્યો છે. ડોક્ટર્સનું માનવું છે કે જેમ જેમ કૉક્લિયર ઇમ્પ્લાન્ટ માટે ડોક્ટર્સ વધશે તેમ તેમ છેવાડાના વિસ્તારોમાં પણ કૉક્લિયર ઇમ્પ્લાન્ટ થશે જેથી કરીને અંતરિયાળ વિસ્તારમાં રહેતા બાળકોને પણ લાભ મળે.
    Published by:ankit patel
    First published:

    Tags: Sola civil hospital, અમદાવાદ, ગુજરાત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन