અમદાવાદ ગાંધીનગર હાઇવે પર રાયસણ ગામ પાસે રાતે 10 વાગ્યાની આસપાસ પુરવઠા વિભાગની કાર પલટી ગઇ હતી. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જઇ રહ્યાં હતાં. આ અકસ્માતની જાણ થતાની સાથે સીએમ મુખ્યમંત્રીએ કારનો કાફલો રોકાવી દીધો હતો. આ કારમાં નીચે ઉતરી ગયેલી કાર પાસે ગયા હતા. ત્યાં ઇજાગ્રસ્તોનાં ખબર અંતર પૂછ્યાં હતાં.
જોકે સદનસીબે અકસ્માતમાં કોઇ જાનહાની થઇ ન હતી. રૂપાણીએ પોલીસને કાર ચાલકને જરૂરી મદદ કરવા માટે સૂચન કર્યુ હતું. આ ઘટના અંગેનો વિડિયો તથા ફોટા સોશિયલ મિડિયામાં વાઇરલ થતાં પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું હતું.
નોંધનીય છે કે વર્ષ 2017માં પણ સીએમ કાફલા સાથે જઇ રહ્યાં હતાં ત્યારે પણ અકસ્માતનાં કારણે પોતાનો કાફલો રોકાવી દીધો હતો. ત્યારે વાત એવી હતી કે અમદાવાદમાં સુઘડ પાસે બાઇક સવાર બે યુવકને અકસ્માત થતા તાત્કાલિક પોતાનો કાફલો રોકાવી દીધો હતો. 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખેસડવાની કાર્યવાહી કરાવી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણી સવારે અમદાવાદ કાર્યક્રમમાં જઇ રહ્યા હતા ત્યારે સુઘઢ અમિયાપુર પાસે બે બાઇક સવાર યુવક 36 વર્ષિય નીતિન નાવડિયા (રહે. સરગાસણ) અને 45 વર્ષિય દિપસિંહ સલાટ ઇજાગ્રસ્ત થયા હતા.તે સમય દરમિયાન જ સીએમ રૂપાણીનો કાફલો ત્યાંથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે કાફલો રોકાવી 108 મારફતે બંને ઇજાગ્રસ્ત યુવકોને ગાંધીનગર સિવિલમાં લઇ જવા માટેના આદેશો કર્યા હતા.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર