21 જૂન વિશ્વ યોગ દિવસ તરીકે યુનો માં જાહેર કાર્ય બાદ સમગ્ર વિશ્વ માં યોગ દિવસ ની ઉજવણી થઈ રહી છે ત્યારે વિશ્વ ની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સાથે 1000 થી પણ વધુ સાધુ સંતોની હાજરીમાં વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવશે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી સાધુ સંતો સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત લેશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના પટાંગણમાં યોગ કરશે.
ગુજરાતમાંથી બીએપીસ સ્વામિનારાયણ સંપ્રદાયના 500 સાધુઓ સ્ટેચ્યુ ખાતે કાલે આવશે, અને યોગ દિવસ માં ભાગ લેશે જયારે તેમની સાથે ગાયત્રી પરિવારના લોકો પણ જોડાશે આવતીકાલે પ્રવાસી ઓ માટે સાંજે 4 વાગ્યા સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લું રહેશે અને ત્યારબાદ સાંજે 4 વાગ્યા થી 6 વાગ્યા બાદ સાધુ સંતો સ્ટેચ્યુ ની મુલાકાત લેશે અને સાંજે 6 વાગ્યા બાદ યોગ દિવસ ની ઉજવણી થશે.
તો આ બાજુ રાજકોટમાં મુખ્ય 5 મેદાન સહિત બાગ બગીચા, શાળા કોલેજ, ગાંધી મ્યુઝિયમ સહિત જગ્યા પર એક લાખથી વધુ લોકો કેર ઓફ હાર્ટની થીમ પર યોગ દિવસની ઉજવણી કરશે. યોગ અને પ્રાણાયામ કરવાથી શરીર અને મન સ્વસ્થ રહે છે માટે કેર ઓફ હાર્ટ ની થીમ પર કાલે રાજકોટમાં એક લાખથી વધુ લોકો યોગ દિવસની ઉજવણી કરશે.
ઉલ્લેખનિય છે કે સતત ત્રીજા વર્ષે રાજકોટ ખાતે એકવા યોગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એક સાથે 5 સ્વિમિંગ પુલ ની અંદર 1000 મહિલાઓ પાણી માં એકવા યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરશે. જેમાં 5 વર્ષની બાળકીથી લઇ 90 વર્ષની ઉંમરના વૃધ્ધા સુધી મહિલાઓ ભાગ લઇ અનોખી ઉજવણી કરશે. ખાસ આ વર્ષે ગાંધી મ્યુઝિયમ ખાતે સફાઈ કામદારો અને ટેક્ષી ડ્રાઇવરો પણ પોતાના સ્વાસ્થ્ય માટે એક સાથે યોગ અને પ્રાણાયમ કરી યોગ દિવસની ઉજવણી કરશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર