શુક્રવારે બનેલી ઘટનાથી સમગ્ર રાજ્યમાં રાજકારણ ગરમાયુ છે. એક પછી એક કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓએ રાજીનામું આપી દેતા ભારે ચર્ચા જાગી છે. બીજી બાજુ હજી પણ અનેક કોંગ્રેસના કદાવર નેતાઓ પાર્ટી સાથેનો છેડો ફાટવાની ચર્ચાઓ અંદરખાને ચાલી રહી છે. જેમાં ઠાકર સેનાના નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પણ ભાજપમાં જોડાશે તેવી વાત વહેતી થઇ છે.
અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાવવાની વાત વધુ વેગ ત્યારે મળ્યો જ્યારે મુખ્યમંત્રી રૂપાણીએ શુક્રવારે સાંજે તાત્કાલિક ભાજપના સીનિયન મંત્રીઓની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના ટોચના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં અલ્પેશ ઠાકોરને લઇને ચર્ચા થઇ હતી. જેમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અલ્પેશ ઠાકોરને ભાજપમાં લાવવા માટે મધ્યસ્થિ કરી શકે છે.
ગુજરાત રાજકારીઓમાં ચર્ચા ચાલી રહી છે કે લોકસભા ચૂંટણી પહેલા ભાજપનું સિક્રેટ મિશન ચાલી રહ્યું છે, જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને ભાજપમાં ખેચી કમર તોડવાની પ્રક્રિયા ચાલી રહી છે. એક તરફ ગુજરાત કોંગ્રેસમાં મોટું ગાબડું પડી રહ્યું છે, તો બીજી બાજુ ચાર દિવસ બાદ ગુજરાતમાં અમદાવાદ ખાતે કોંગ્રેસની CWC યોજાનાર છે, જેમાં કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના ટોચના તમામ નેતાઓ હાજર રહેશે. એવામાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષથી લઇને વિપક્ષ નેતાની ચિંતા વધી ગઇ છે. એવામાં જો અલ્પેશ ઠાકોર પક્ષ છોડશે તો કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર