Gujarat CM Resignation News: ગુજરાતમાં (Gujarat) મુખ્યમંત્રી રૂપાણીનું રાજીનામું (CM Rupani Resignation) પડ્યું હોવાની અફવા સામે આવી હતી. મુખ્યમંત્રી રૂપાણી પોતાના મંત્રી મંડળ સાથે રાજ્યપાલની મુલાકાતે ગયા હતા. આ મુલાકાત સમાપ્ત કરી અને તેઓ પરત આવ્યા. આ મુલાકાત પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અકિલા ન્યૂઝ પેપરને પોતે મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે. ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે આ સ્થિતિમાં મુખ્યમંત્રી રૂપાણીએ રાજીનામું આપ્યું હોવાની અટકળો સામે આવી છે. આ અંગે મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે મેં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યું છે. હું આગામી સમયમાં વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષના નેજા હેઠળ કામ કરતો રહીશ. વિજય રૂપાણીએ જણાવ્યું કે અમારી પાર્ટીમાં કાર્યકર્તાઓને અલગ અલગ સમયે અલગ અલગ જવાબદારી મળે છે. મને પાંચ વર્ષ માટે જવાબદારી આપી હતી તે મોટો સમય છે.
રાજ્યના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ ઓગષ્ટ 2016માં પદભાર સંભાળ્યો હતો. તેમના મુખ્યમંત્રી બન્યા બાદ અનેકવાર એવી અફવા ઉડતી રહી કે વિજય રૂપાણી રાજીનામું આપી રહ્યા છે. અગાઉ આનંદી બહેને જ્યારે રાજીનામું આપ્યું ત્યારે પણ ઓગસ્ટમાં જ તેમનું રાજીનામું લેવામાં આવ્યું હતું જેથી 2-2.5 વર્ષનો સમયગાળો મળે. ન્યૂઝ18 ગુજરાતી પાસે આજે સવારથી સમાચારો મળી રહ્યા હતા કે મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજીનામું આપશે.
" isDesktop="true" id="1131960" >
આજનો ઘટનાક્રમ
ગુજરાતમાં આજે વહેલી સવારે ભાજપના રાષ્ટ્રીય સંગઠન મંત્રી B.L સંતોષ દિલ્હીથી આવ્યા હતા. દિલ્હીથી આવ્યા બાદ તેઓ મુખ્યમંત્રીને મળ્યા સાથે જ કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવ પણ આવી ગયા હતા. યાદવ અને બી.એલ. સંતોષે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સાથે મુલાકત કરી હતી.
મુખ્યમંત્રીએ અચાનક રાજ્યપાલનો સમય માંગ્યો
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અચાનક આજે રાજ્ય પાલને મળવાનો સમય માંગ્યો હતો ત્યારબાદ તેઓ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, ગુજરાત પ્રભારી ભુપેન્દ્ર યાદવ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ સાથે રાજ્યપાલને મળવા પહોંચ્યા અને ત્યારબાદ રાજીનામું આપ્યું હોવાની જાહેરાત કરી. મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજીનામું પડવાનું છે તેવું ન્યૂઝ 18 ગુજરાતીએ સૌથી પહેલાં પ્રસારિત કર્યુ અત્રે તે ઉલ્લેખનીય છે
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર