Home /News /gujarat /

વરસાદ નથી ત્યાં ખેતી માટે પાણી અપાશે: વિજય રુપાણી

વરસાદ નથી ત્યાં ખેતી માટે પાણી અપાશે: વિજય રુપાણી

જામખંભાળિયાનો સિંહણ ડેમ

    મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં થયેલી અતિવૃષ્ટિ-ભારે વરસાદની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં યોજી હતી. તેમણે આ બેઠકમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં રસ્તા, વીજળી, પાણી પૂરવઠો, આરોગ્ય, ઘરવખરી-કેશડોલ્સ સહાય તેમજ ખેતીની જમીનની સ્થિતીની સંપૂર્ણ વિગતો મેળવી હતી. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં થયેલી અતિવૃષ્ટિ-ભારે વરસાદની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં યોજી હતી. તેમણે આ બેઠકમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં રસ્તા, વીજળી, પાણી પૂરવઠો, આરોગ્ય, ઘરવખરી-કેશડોલ્સ સહાય તેમજ ખેતીની જમીનની સ્થિતીની સંપૂર્ણ વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠક બાદ મીડિયાને રાજ્યમાં સર્જાયેલી સ્થિતી અને રાજ્ય સરકારના વિભાગો દ્વારા હાથ ધરાયેલા પગલાંઓની ભૂમિકા આપી હતી. આ કાર્યક્રમમાં મુખ્યસચિવ  ડૉ. જે. એન. સિંહ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મહેસૂલના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, આરોગ્યના અધિક મુખ્ય સચિવ પી. કે. પરમાર, અગ્ર સચિવો, રાહત કમિશનર મનોજ કોઠારી સહિતના વિરષ્ઠ અધિકારીઓ પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

    વરસાદની અત્યાર સુધીની સ્થિતિ

    મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, આ વર્ષે સમગ્ર રાજ્યમાં તા.૧૮મી જૂલાઇની ગત વર્ષની તૂલનાએ ૩ ટકા વધુ વરસાદ વરર્સ્યો છે. ગત વર્ષે આ સમયગાળા સુધીમાં ૪ર ટકા વરસાદ સામે આ વર્ષે ૪પ ટકા વરસાદી પાણી પડયું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વરસાદ બિલ્કુલ થયો જ ન હોય તેવો કોઇ જ વિસ્તાર-તાલુકો રાજ્યમાં નથી. રાજ્યના રરપ તાલુકામાંથી પાંચ ઇંચથી ઓછા વરસાદ વાળા માત્ર ૬૦ તાલુકા છે.  વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યું કે, હવામાન વિભાગની આગાહી અનુસાર, ર૩થી ર૬ જુલાઇ દરમ્યાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ વ્યાપક વર્ષા થવાની સંભાવનાઓ છે. હવે સૌરાષ્ટ્રના સાગરકાંઠે અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટી રહ્યું છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

    વરસાદ નથી થયો તે વિસ્તારના ખેડૂતો માટે

    મુખ્યમંત્રીએ રાજ્ય સરકારે જે વિસ્તારોમાં વરસાદ ઓછો પડયો છે તે વિસ્તારના ખેડૂતોને પાક માટે પાણી મળી રહે તેના માટે સુજલામ-સુફલામ અંતર્ગત તળાવો ભરીને પાણી પહોચાડવાનો નિર્ણય કર્યો છે તેની વિસ્તૃત વિગતો આપી હતી.  આ સંદર્ભમાં તેમણે કહ્યું કે નર્મદા કેનાલમાં પણ નર્મદાના પાણી વહાવીને કચ્છ-ધ્રાંગધ્રા, માળિયા, મોરબી જેવા વિસ્તારોમાં ખેડૂતોને પાણી પહોચાડવાનું આયોજન કર્યું છે. તેમણે એમ પણ જણાવ્યું કે, જ્યાં વ્યાપક વરસાદ થયો છે ત્યાં ખેડૂતોને પાણીની કોઇ સમસ્યા ન રહે એ દિશામાં પણ સરકાર સક્રિય છે.

    જળાશયોની સ્થિતિ

    રાજ્યના જળાશયોની સ્થિતીની વિગતો આપતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યના ૧૩ જળાશય-ડેમ ૧૦૦ ટકા ભરાઇ ગયા છે જ્યારે નવું પાણી આવવાથી ૭ જળાશયો ૯૧ થી ૯૯ ટકા ભરાયા છે, પ૦ થી ૬૦ ટકા ભરાયેલા ર૪ જળાશયો છે.

    પૂરમાં સુરક્ષા વ્યવસ્થા

    મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યમાં હવે એક પણ  ગામ સંપર્ક વિહોણું રહ્યું નથી. ૪રપ માર્ગો રિપેર કરી દેવાયા છે. એટલું જ નહિ, સ્ટેટ હાઇવે અને ગ્રામીણ માર્ગો મળી ૧૧૧ જેટલા રસ્તાઓને જે વરસાદી અસર પડી છે તેનું મરામત કાર્ય પણ માર્ગ-મકાન વિભાગે ત્વરાએ હાથ ધર્યું છે. NDRFની રર ટિમો રાજ્યમાં તૈનાત છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ-રાહત કામોમાં અસરકારક સહયોગ કરી રહી છે.  તેમણે ઉમેર્યું કે આ વરસાદને પરિણામે ૧૪ વ્યકિતઓના પાણીમાં તણાઇ જવાથી મૃત્યુ થયા છે. ૧૮ જેટલા લોકોના વીજળી પડવાથી કે વીજ કરંટ લાગતાં અપમૃત્યુ થયા છે. ૧૬૦ જેટલા પશુઓના મૃત્યુ થયાનું પ્રાથમિક તારણ છે એમ પણ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, વહીવટીતંત્રની સર્તકતા અને સમયસરના પગલાંને કારણે માત્ર ૬૬૧ વ્યકિતઓને જ રેસ્કયૂ કરવી પડી છે. ૪૦ર૦ જેટલા સ્થળાંતરીત થયેલા લોકો માટે ૨૭૩૦૦ જેટલા ફૂડ પેકેટસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

    રોગચાળો ન ફેલાય તેની વ્યવસ્થા

    અસરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળો ન ફેલાય તે માટે ર૯૦થી વધુ હેલ્થ ટીમ મેલેરીયા, ઝાડા ઉલ્ટી, પાણીજન્ય રોગ તેમજ ઝેરી જાનવર કરડવા સામેની દવાઓથી સજ્જ થઇને કાર્યરત કરવામાં આવી છે. વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે વરસાદ રહી જતાં કાંપ-કચરાની સાફ-સફાઇ અને આરોગ્ય વિષય પગલાંઓ તાત્કાલિક લેવા જિલ્લા કલેકટરો-વિકાસ અધિકારીઓને ખાસ તાકિદ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ આ વરસાદને કારણે મકાનો તથા ઘરવખરીને થયેલા નુકશાનના સર્વે માટે મહેસૂલ વિભાગ દ્વારા ૧૧ અસરગ્રસ્ત જિલ્લામાં ૩ર૪ ટીમો રચવામાં આવી છે તેની વિગતો આપતાં કહ્યું કે, કેશડોલ્સ-ઘરવખરીની નુકશાનીનો સર્વે કરી સહાય ત્વરાએ અપાશે.

    ખેતીને નુકશાન

    વિજયભાઇ રૂપાણીએ વરસાદને કારણે અસરગ્રસ્ત ૧૧ જિલ્લામાં ૭૮૯ ગામોને ખેતી જમીનનું નુકશાન થયું છે તેની પ્રાથમિક અંદાજોની વિગતો આપતાં જણાવ્યું કે, જમીન ધોવાણના સર્વે માટે ૧ર૦ ટીમની રચના કરી છે. અંદાજે ૧ લાખથી વધુ હેકટર જમીનને આ વરસાદની અસર થયાનો પ્રાથમિક અંદાજ છે એમ તેમણે ઉમેર્યું હતું.

    વીજ પુરવઠો પૂર્વવત કરાયો

    મુખ્યમંત્રીએ વરસાદને કારણે વીજપૂરવઠાને અસર થઇ હોય તેવા તમામ ૩પ૧પ ગામોમાં વીજ પૂરવઠો પૂર્વવત કરી દેવાયો છે તેમ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, પીવાના પાણીના કલોરીનેશન તથા જ્યાં જરૂર જણાય ત્યાં ટેન્કર દ્વારા સ્વચ્છ પીવાનું પાણી પહોચાડવા પણ સૂચનાઓ આપી છે.

    કેમ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વ્યાપક વરસાદ વરસ્યો?

    મુખ્યમંત્રીએ એમ પણ ઉમેર્યું કે, ગત વર્ષે જે ભારે વરસાદ થયો તે ગુજરાત ઉપર બે સિસ્ટમ કાર્યરત થવાને કારણે થયો હતો. આ વર્ષે ચોમાસાની મોસમમાં બંગાળના અખાતમાં સક્રિય થયેલી એક જ સિસ્ટમને કારણે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના સાગરકાંઠે વ્યાપક વરસાદ થયો છે.

    હવે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિત મધ્યપ્રદેશ-રાજસ્થાનમાં વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી છે.  તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, આ વ્યાપક વરસાદને પરિણામે એકંદરે રાજ્યમાં આ વર્ષે ખેતી પાક સારો થશે. એટલું જ નહિ, રાજ્યમાં પીવાના-ખેતીના પાણી માટે પણ સમસ્યા રહેશે નહિ.
    Published by:kiran mehta
    First published:

    Tags: After, Rainy season, Review meeting

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन