Home /News /gujarat /પાટીદાર અનામત આંદોલન અંગે મોટા સમાચાર: PAAS સાથે CM ભુપેન્દ્ર પટેલ કરી શકે છે મુલાકાત

પાટીદાર અનામત આંદોલન અંગે મોટા સમાચાર: PAAS સાથે CM ભુપેન્દ્ર પટેલ કરી શકે છે મુલાકાત

ગુજરાત સીએમ ભૂપેન્દ્ર પટેલની ફાઇલ તસવીર

Patidar reservation: તાજેતરમાં જ પાટીદાર અનામત આંદોલન સમિતિ  PAASના કન્વીનરોની ચિંતન બેઠક નામે અગત્યની મીટિંગ યોજાઈ હતી.

અમદાવાદ: પાટીદાર અનામત (Patidar reservation) આંદોલન સમિતિને લઇ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પાટીદાર અનામત આંદોલન સમિતિએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) પાસે મુલાકાત માટે સમય માંગ્યો છે.  તો આગામી સમયમાં પાસ સાથે મુખ્યમંત્રીની બેઠક યોજાઇ શકે છે. તાજેતરમાં જ પાટીદાર અનામત આંદોલન સમિતિ  PAASના કન્વીનરોની ચિંતન બેઠક નામે અગત્યની મીટિંગ યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્ય આ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી.

પાટીદાર અનામત આંદોલન સમિતિના મુદ્દાઓ

1 પાટીદાર સમાજની અનામતની માંગણીની સર્વેની અરજી બાબતે ચર્ચા
2 શહીદ પરિવારોને નોકરી આપવાની માંગણીઓ નો ઉકેલ લાવવા બાબતે રજુઆત
3 પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલ પોલીસ કેસ પરત ખેંચવા
4 બિન અનામત વર્ગ નિગમ દ્વારા પડતી મશકેલીની રજુઆત
5 મહિલા અનામત બાબતે રજુઆત
6 ગામ તાલુકા અને જિલ્લા લેવલે સામાજિક સંગઠન બાબત

ત્યારે બેઠક બાદ પાટીદાર અનામત આંદોલન સમિતિ સક્રિય થઈ છે. 31 ઓક્ટોબર સુધીમાં અલ્પેશ કથીરિયાએ મુખ્યમંત્રીનો સમય માંગ્યો છે. મુખ્યમંત્રીને ઊંઝા ઉમિયાધામ અને ખોડલધામને સાથે રાખી  રજૂઆત કરાશે. ગુજરાત રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન 2015 દરમિયાન સરકાર સમક્ષ થયેલ માંગણીઓ અને સરકાર દ્વારા સ્વીકારેલ બાબતોનું હજુ પણ ઉકેલ આવેલ નથી. તો આ બાબતે પાટીદાર આંદોલન સમિતીના તાલુકા અને જિલ્લાના કન્વીનર, સંગઠનો, આંદોલનકારીઓ અને સામાજિક સંસ્થા પ્રતિનિધિની બેઠક તાજેતરમાં મળી હતી. ત્યારે આ અંગે સક્રિયતા દાખવતા પાસ કમિટીએ મુખ્યમંત્રી પાસે રજૂઆતનો સમય માંગ્યો છે.

કઇ રીતે શરૂ થયું હતુ પાટીદાર અનામત આંદોલન

નોંધનીય છે કે, ગુજરાતમાં વર્ષ 2015માં થયેલા આ આંદોલનનાં મૂળિયાં ઉત્તર ગુજરાત સાથે જોડાયેલાં હોવાનું મનાય છે. પાટીદારોના એક જૂથ સરદાર પટેલ ગ્રૂપના સભ્યોની 'સમાજને અન્ય પછાત વર્ગમાં સમાવી લઈ અનામતનો લાભ આપવાની માગણી સાથે આ આંદોલન શરૂ થયું હતું. જે ધીરે-ધીરે સમગ્ર રાજ્યમાં પ્રસરવા લાગ્યું હતુ. નોંધનીય છે કે, તે સમયે હાર્દિક પટેલ અને તેમના સાથીદારોએ આ આંદોલનને આગળ ધપાવ્યુ હતુ. આંદોલન અંતર્ગત લગભગ 25 લાખ જેટલા પાટીદાર સમાજના લોકો સમગ્ર રાજ્યમાંથી અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં એકઠા થયા હતા. હાર્દિક પટેલની ધરપકડ બાદ પોલીસ અને પાટીદાર સમાજના લોકો વચ્ચે ઠેર-ઠેર ઘર્ષણનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા, જ્યારે પાટીદાર સમાજના અમુક લોકોનાં મૃત્યુ પણ થયાં હતાં.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Alpesh Kathiriya, CM Bhupendra Patel, Paas, Patidar power

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો