Home /News /gujarat /

રાજ્યભરમાં બેવડી ઋતુ વચ્ચે વાતાવરણમાં પલટો, છવાયા કાળા ડિબાંગ વાદળો

રાજ્યભરમાં બેવડી ઋતુ વચ્ચે વાતાવરણમાં પલટો, છવાયા કાળા ડિબાંગ વાદળો

વાતાવરણમાં પલટાની તસવીર

શિયાળાની સમાપ્તી અને ઉનાળાની થતી શરૂઆતની આ બેવડી ઋતુમાં સવારે ઠંડી અને બપોરના સમયે ગરમીનો અહેસાસ થતાં લોકો પરેશાન છે.

    ન્યૂઝ18ગુજરાતીઃ રાજ્યભરમાં બેવડી ઋતુની અસર જોવા મળી રહી છે. શિયાળાની સમાપ્તી અને ઉનાળાની થતી શરૂઆતની આ બેવડી ઋતુમાં સવારે ઠંડી અને બપોરના સમયે ગરમીનો અહેસાસ થતાં લોકો પરેશાન છે.

    વેસ્ટર્ન ડિસ્ડર્બન્સની ગુજરાત ઉપર ભારે અસર વર્તાઇ રહી છે. તો આજે રવિવારે સવારથી જ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. સાથે સાથે ગુજરાતનું મહત્મ તાપમાન 34 ડિગ્રીએ પહોંચ્યું છે. ભુવનેશ્વરનું 39.2 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે.

    પ્રાપ્ત માહિતી પ્રમાણે દ્વારકા જિલ્લામાં આજે રવિવારે સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેમાં ખંભાળીયા, દ્વારકા અને કલ્યાણપુર પંથકમાં વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો. તો જીરુની ખેતી કરનારા ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી.

    મધ્યગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ચરોતરમાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. કાળા ડિબાંગ વાદળો છવાતા કમોસમી વરસાદની શક્યતા પણ સેવાઇ રહી છે.

    અચાનક બદલાયેલા વાતાવરણના પગલે ખેડૂતોમાં ચિંતા સેવાઇ રહી છે. ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.
    Published by:ankit patel
    First published:

    Tags: Climate change, Clouds, આકાશ, ગુજરાત, રાજ્ય

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन