અમદાવાદના એસજી હાઇવે ઉપર આવેલી SGVP હોસ્પિટલમાંથી સારવાર બાદ પાસ કન્વીનર હાર્દિક પટેલ પોતાના નિવાસ સ્થાને પાછા ફર્યા છે. જ્યાં તેના ઉપવાસ ચાલું રાખ્યા છે. તો મીડિયા પણ હાર્દિકનું કવરેજ કરવા માટે તેની પાછળ પાછળ જઇ રહ્યું હતું. જોકે, પોલીસ દ્વારા મીડિયા કર્મીઓને રોકવામાં આવ્યા હતા. ત્યાર બાદ પોલીસ અને મીડિયા કર્માચરીઓ વચ્ચે બોલાચાલી થઇ હતી. પોલીસ દ્વારા મીડિયા કર્મચારીઓ સાથે દાદાગીરી કરી ધક્કામુક્કી કરવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જોકે, અમદાવાદ પોલીસ કમિશ્નરે આ મામલે તપાસના આદેશ આપ્યા છે.
મળતી માહિતી પ્રમાણે જેસીપી દ્વારા મીડિયાકર્મીઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવતા મીડિયાકર્મીઓમાં રોષ જોવા મળ્યો હતો. પોલીસની દાદાગીરીને તાબે થયા વગર મીડિયાકર્મીઓએ ગ્રીનવુડ રિસોર્ટમાં જવા માટે પ્રયાસ ચાલુ રાખ્યા હતા. પરંતુ પોલીસ એકની બે થવા તૈયાર ન હતી. ત્યારે પોલીસે કરેલા દુર્વ્યવહારને મીડિયાના કેમેરામેન્સ દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવ્યા હતા.
હાર્દિકનું કવરેજ કરી રહેલા મીડિયાકર્મીઓ સાથે જેસીપીએ જેસીપી ઝોન 1ને તપાસ કરવાનો આદેશ અમદાવાદ પોલીસ કમિશનર એ કે સિંઘે આપ્યો છે. મીડિયા સાથે થયેલા દુર્વ્યવહાર બાદ પણ ગ્રીનવુડ રિસોર્ટમાં મીડિયાકર્મીઓને જવા દેવામાં આવ્યા નથી.
પોલીસ દ્વારા મીડિયા કર્મચારીઓ સાથે કરવામાં આવેલા વ્યવહારને પાસે વખોડી હતી. મનોજ પનારાએ પાસ વતી મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં આઝાદી નથી, તાનાશાહી આવી ગઈ છે. લોકશાહી સંપૂર્ણપણે ખતમ કરવાની પ્રવૃતિ ગુજરાત સરકાર કરી રહી છે. મીડિયાકર્મી પર લાઠીચાર્જ થાય, ગુજરાત અને દેશની જનતા કહું છું ચોથા સ્તંભ પર આવું થાય ત્યારે હાર્દિક પર શું થતું હશે. જેલથી બદતર હાલત, ખરાબ પરિસ્થિત પોલીસના માધ્યમથી સરકારે કરી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર