અમદાવાદ: લટાર મારતી સાંજ (Evening) દરમિયાન અમદાવાદીઓ (Amdavadi) સ્વાદિષ્ટ બરફના ગોલાનો આનંદ માણવાનું મૂકતા નથી. ઉનાળામાં જ્યારે સૂર્ય અદૃશ્ય થઈ જાય છે અને તાપમાન (Temperature) થોડું શાંત થઈ જાય છે. ત્યારે રાત્રીનો સમય હંમેશા બરફના ગોલાનો હોય છે. જેની દરેક લારીઓ, ક્રોસ રોડ કે પછી શહેરના મુખ્ય માર્ગો પર મશરૂમ (Mushroom) થઈ ગઈ હોય છે. ખરેખર ખુશ રહેવાની કળા રાત્રિ ભોજન પછીના બરફના ગોલામાંથી ખુશી મેળવવાની શક્તિમાં રહેલી છે.
બરફના ગોલાનું (Snow Globe) નામ સાંભળતા જ આપણા સૌ કોઈના મોંમાં પાણી આવી જાય છે. નાના નાના બાળકો ગેલમાં આવી જાય છે. બરફના ગોલા અલગ-અલગ પ્રકારના અને જુદી જુદી ભાવમાં (Rate) જોવા મળે છે. જેમાં બરફના ગોલાના પ્રકારની વાત કરીએ તો તેમાં ફાલસા, ઓરેન્જ, રજવાડી મલાઈ, ફ્રૂટ મલાઈ, માવા બદામ, ગુલાબ, કાલાખટ્ટા, કાચી કેરી, મેંગો, રીમઝીમ, ચોકલેટ જેવી ફ્લેવરનો (Flavor) આનંદ શહેરીજનો માણતા જોવા મળે છે.
બજારમાં 30 રૂપિયાથી લઈને 600 રૂપિયા સુધીના વેચાઈ રહ્યા છે
આ બરફના (Baraf) ગોલાનો ભાવ બજારમાં 30 રૂપિયાથી લઈને 600 રૂપિયા સુધીનો હોય છે. આ બરફના ગોલાના (Gola) પ્રકારમાં ફાલસા, માવા બદામ જેવા વધારે પ્રખ્યાત છે. જે બજારમાં 150 થી 200 રૂપિયા સુધીના વેચાય છે. તથા રજવાડી મલાઈ, ફ્રૂટ મલાઈ, ફેમીલીપેક ગોલા જે બજારમાં (Market) 600 રૂપિયા સુધીમાં વેચાય છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર