Home /News /gujarat /વિનય શાહના ઘરે CID ક્રાઇમે આખી રાત કરી તપાસ, મહત્વના દસ્તાવેજો કર્યા કબ્જે

વિનય શાહના ઘરે CID ક્રાઇમે આખી રાત કરી તપાસ, મહત્વના દસ્તાવેજો કર્યા કબ્જે

પાલડી સ્થિત વિનય શાહના ઘરે દરોડા

    અમદાવાદમાં એકના ડબલ કરવાના કેસમાં લોકોને લોભામણી જાહેરાતો આપી 260 કરોડનું ફુલેકું ફેરવનાર વિનય શાહ ફરાર થઈ ગયો છે. ત્યારે સીઆઈડી ક્રાઈમે વસ્ત્રાપુર પોલીસ પાસેથી તપાસના તમામ દસ્તાવેજો કબજે કર્યા છે. ત્રણ ટીમો બનાવીને ગઇકાલે સાંજથ વિનય શાહના પાલડી સ્થિત ઘરે, થલતેજમાં પ્રેસિડન્ટ પ્લાઝામાં ઓફિસ ધરાવી વર્લ્ડ કલેવરેક્ષ સોલ્યુશન અને આર્ચર કેર ડીજી કંપનીની ઓફિસો, મેનેજર દાનસીંગ વાળાના ઘર સહિત પાંચ જગ્યાએ દરોડા પાડીને સંખ્યાબંધ દસ્તાવેજો કબજે લીધા છે. આ ઓપરેશન આખી રાત ચાલ્યું હતું.

    સીઆઈડી ક્રાઈમ દ્વારા વિનય શાહ અને તેના કુટુંબીજનોએ ખરીદેલી મિલકતો શોધીને તેને જીપીએડી એકટ હેઠળ ટાંચમાં લેવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વિનય શાહ અને ભાર્ગવી શાહ વિદેશ ભાગી ન જાય તે માટે લુકઆઉટ નોટિસો મોડી રાત સુધી કાઢીને દેશભરના એરપોર્ટને જાણ કરવામાં આવશે.

    નોંધનીય છે કે વિનય શાહના ઘર નીચે કાર અને એક્ટિવા મળી આવ્યાં છે. સીઆઈડી ક્રાઇમે વાહનો અંગેની વિગતો પણ મેળવી છે. હવે આ વાહનોને પણ કબજે લેવામાં આવશે. આ ઉપરાંત લેપટોપ, પ્રિન્ટર, ફાઇલો સાથે અનેક પુરાવા કબજે કર્યા છે.

    આખી રાત સીઆઇડી ક્રાઇમ કરી રહી હતી તપાસ


    પ્રાઈઝ ચિટીંગ એન્ડ મની સરકયુલેશન (બેંકિંગ) એકટની કલમ 3, 4, 5, 6, જી.પી.આઈ.ડી. એકટની કલમ 2003 મની સરકયુલેશન એકટ હેઠળ છેલ્લા બે દાયકામાં 120થી વધુ ગુનાઓ સીઆઈડી ક્રાઈમમાં નોંધાયા હતા. જેમાં દસ લાખથી વધુ રોકાણકારોના 9000 હજાર કરોડથી વધુ રૂપિયા ડૂબ્યા હોવા છતાં આવી લેભાગુ કંપનીઓ બે દસકાથી ચાલતી આવી છે. જેમાં રોકાણકારોએ રોકાણ કરેલો એકપણ રૂપિયો પરત મળ્યો નથી.

    આ પણ જુઓ: એકના ડબલ: વિનય શાહની નેતાઓ સાથેની ઓડિયો ક્લિપ વાયરલ

    સીઆઈડી ક્રાઈમના વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, અમદાવાદ પોલીસ પાસેથી આર્ચર કેર ડીજી કંપની સામે થયેલી પોલીસ ફરિયાદના દસ્તાવેજો ગઇકાલે સવારે મેળવ્યા હતા. સીઆઈડી ક્રાઈમના ડીઆઈજી સચીન બાદશાહની અધ્યક્ષતામાં એસપી હરેશ દૂધાતની દેખરેખ હેઠળ ત્રણ ટીમો બનાવવામાં આવી હતી. સીઆઈડી ક્રાઈમે ગઇકાલે બપોરથી વિનય શાહના ઘરે, ઓફિસ અને તેના મેનેજર દાનસીંગ વાળાના ઘુમા ખાતેના ઘરે દરોડા પાડયા હતા.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: CID crime, Vinay shah, અમદાવાદ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन