Home /News /gujarat /CID ક્રાઇમે શૈલેષ ભટ્ટના ભાણા નિકુંજ પાસેથી 11 બિટકોઇન રિકવર કર્યા

CID ક્રાઇમે શૈલેષ ભટ્ટના ભાણા નિકુંજ પાસેથી 11 બિટકોઇન રિકવર કર્યા

    બિટકોઇન મામલો દિવસે ને દિવસે પેચીદો બનતો જઇ રહ્યો છે. રોજે રોજ નવા ખુલાસા થાય છે, નવા નવા લોકોની સંડોવણી બહાર આવી રહી છે. સીઆઇડી ક્રાઇમ બિટકોઇન અંગે દિવસેને દિવસે સફળતા મેળવી રહી છે. સીઆઇડી ક્રાઇમે શૈલેષ ભટ્ટના ભાણા નિકુંજ ભટ્ટ પાસેથી બિટકોઇન રિકવર કર્યા છે. મળતી માહિતી પ્રમાણે નિકુંજ ભટ્ટ પાસેથી સીઆઇડી ક્રાઇમે 11 બિટકોઇન રિકવર કર્યા છે જેની કિંમત આશરે 55 લાખ રૂપિયા થાય છે. જોકે અત્યાર સુધી સીઆઇડી ક્રાઇમે 160થી વધુ બિટકોઇન રિકવર કર્યા છે. જેની અંદાજી કુલ કિંમત રૂ.9 કરોડ છે.

    બીજી તરફ સુરતમાં બિટકોઇન કેસમાં શૈલેષ ભટ્ટ સહિત 10 વિરૂદ્ધ ફરિયાદ મામલામાં ચાર આરોપીઓ સુરત સીઆઇડી ક્રાઇમમાં હાજર થયા હતા. મંગળવારે જીગ્નેશ મોરડિયા, મેહુલ, મનોજ અને કાર ડ્રાઇવર સીઆઇડી ક્રાઇમ સમક્ષ હાજર થયા હતા. મળતી માહિતી પ્રમાણે 155 કરોડના બિટકોઇની શૈલેષ ભટ્ટના કહેવાથી લૂંટ્યા હોવાનો ગુનો સીઆઇડી ક્રાઇમમાં દાખલ થયો હતો. એફઆઇઆરમાં નામ જોગ હોય તેવો માત્ર જીગ્નેશ મોરડિયા છે જ્યારે બાકીના અન્ય આરોપી તરીકે હતા. જોકે, તપાસ દરમિયાન બાકીના આરોપીઓના નામ ખુલ્યા હતા જે આજે મંગળવારે સીઆઇડી ક્રાઇમમાં હાજર થયા છે.

    શું છે કેસ?

    સુરતમાં બાંધકામની સાથે બિટકોઇનનો વેપાર કરતા શૈલેષ ભટ્ટને ગાંધીનગરની સીબીઆઇ કચેરીથી ફોન આવ્યો હતો. જેમાં બિટકોઇન મામલે ફરિયાદ ન નોંધવાની ધમકી આપવામાં આવી હતી. બાદમાં બિલ્ડરને એક હોટલમાં બોલાવી 5 કરોડ રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હતો. જોકે, આ મામલો અહીં અટક્યો ન હતો. ગત 11 ફેબ્રુ.એ એક પેટ્રોલ પંપ પરથી શૈલેષ ભટ્ટનું અપહરણ કરી દેવામાં આવ્યું હતું. ફરિયાદમાં આપેલી માહિતી મુજબ આપહરણકારો શૈલેષ ભટ્ટને ફાર્મમાં લઇ ગયા અને માર માર્યો હતો. જેનો આરોપ અમરેલી એલસીબીના પીઆઈ અનંત પટેલ પર લાગ્યો હતો. તેણે ધમકી આપીને રૂ. 12 કરોડના બિટકોઈન તેના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા, સાથે જ અનંત પેટેલે રૂ. 50 કરોડની માગણી કરી હતી. આંગડિયા પેઢી મારફતે રૂ. 32 કરોડ મગાવાનું કહેતા શૈલેષ ભટ્ટનો છૂટકારો થયો. જે બાદ શૈલેષ ભટ્ટે સમગ્ર મામલે ગૃહખાતામાં લેખિતમાં ફરિયાદ કરી હતી.
    Published by:Ankit Patel
    First published:

    Tags: CID crime, Shailesh bhatt

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन