Home /News /gujarat /ચોટીલા ચામુંડા માતાજીના દર્શને જવાનું આયોજન હોય તો જાણો લો, રસી ન લીધી હોય તો થશે ધક્કો!

ચોટીલા ચામુંડા માતાજીના દર્શને જવાનું આયોજન હોય તો જાણો લો, રસી ન લીધી હોય તો થશે ધક્કો!

ચામુંડા ધામ ચોટીલામાં દર્શન માટે વેક્સિન લીધી હોવી ફરજિયાત

Chotila Vaccine Rules:ચોટીલા મંદિરે કોરોના વાયરસ (Chotila Temple Covid Vaccine)ની ત્રીજી લહેરની આશંકામાં મંદિરમાં પ્રવેશ માટે ખાસ નિયમ બનાવ્યો છે. જો તમે વેક્સિન ન લીધી હોય તો ખાસ વાંચજો આ સમાચાર

તકેદારી રાખવામાં આવી રહી છે. એક તરફ રાજ્યમાં પૂરજોશમાં કોરોના રસીકરણ (Corona Vaccination) ચાલી રહ્યુ છે બીજી બાજુ જાહેર સ્થળોમાં પ્રવેશ માટેના નિયમો આકરા થઈ રહ્યા છે. કોરોનાની ત્રીજી લહેરને રોકવા માટે હવે ધર્મસ્થાનોએ પણ કમર કસી લીધી છે. આ દિશામાં રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામચોટીલા મંદિર દ્વારા (Chotila chamunda Mata Temple) દ્વારા મંદિરમાં દર્શનના પ્રવેશ માટે મોટો નિર્ણલ કરી લેવામાં આવ્યો છે.

કોરોના વાયરસની ત્રીજી લહેરની આશંકા વચ્ચે (Gujarat Third Wave of Corona virus)ને રોકવા માટે હવે પછીચોટીલા મંદિરમાં જે લોકોએ રસી લીધી હોય તેમને જ પ્રવેશ આપવામાં આવશે (Corona Vaccine Rules of Chotila Temple) મંદિરના મહંતે જણાવ્યું કેચોટીલામાં પ્રવેશ લેવા માટે હવે તમારે રસી લીધી છે તેનું સર્ટિફિકેટ (Vaccine Certificate) દર્શાવવું પડશે. રસીના ડોઝ ન લીધા હોય તો હવે પછીચોટીલા દર્શને જવાનો ધક્કો માથે પડી શકે છે.

રાજ્યમાં કોરોના વાયરસના કેસ તો હાલમાં કાબૂમાં આવી ગયા છે પરંતુ હવે પછી ત્રીજી લહેરની આશંકા છે. ત્રીજી લહેરને રોકવા માટે રસી જ રામબાણ ઈલાજ છે. . દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે 2.50 કરોડથી વધારો લોકોનું રસીકરણ થયું છે. શુક્રવારે પીએમ મોદીનો 71મો જન્મ દિવસ હતો. ગુજરાતની વાત કરીએ તો એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 23,68,006 લોકોનું રસીકરણ થયું છે.
" isDesktop="true" id="1134437" >

આ રેકોર્ડની પ્રશંસા કરતા પીએમ મોદીએ ટ્વીટ કર્યું કે, "દરેક ભારતીય આજે રેકોર્ડ સંખ્યામાં કરવામાં આવેલા રસીકરણને લઈને ગૌરવની લાગણી અનુભવી રહ્યો છે. રસીકરણ અભિયાનને સફળ બનાવવા માટે આપણા ડોક્ટરો, સંશોધકો, તંત્ર, નર્સો, સ્વાસ્થ્ય સેવા અને અગ્રિમ મોરચાના તમામ કર્મચારીઓની હું પ્રશંસા કરું છું. કોવિડ-19ને હરાવવા માટે રસીકરણ વધારતા રહો."

રાજ્યમાં આજે 18મી સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં સાંજે 4.00 લાગ્યા સુધીમાં 4,81,733 લોકોને રસી આપવામાં આવી છે. આ પૈકીનું સૌથી વધુ રસીકરણ અમદાવાદ શહેરમાં 1.09 લાખ વ્યક્તિનું કરવામાં આવ્યું છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં કચ્છમાં 19622, સુરત શહેરમાં 10405, વડોદરા શહેરમાં 5883, આણંદમાં 18942, વલસાડમાં 10377, ભાવનગર જિલ્લામાં 20783, મહેસાણામાં 19906, પાટણમાં 15334, છોટાઉદેપુરમાં 12039, ગાંધીનગરમાં 11252, ભરૂચમાં 15409. બનાસકાંઠામાં 15229, લોકોને રસી આપવામાં આવી છે.
First published:

Tags: Chotila, Corona vaccine, COVID19

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો