અમદાવાદઃ મંત્રી મંડળમાં વિસ્તરણ બાદ કોઈ ઠાકોર સમાજનાં સંસદને મંત્રી ન બનાવતા ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે ભાજપ સામે સીધું એલાન-એ-જંગ કરી દીધું છે. અલ્પેશ ઠાકોરે ભાજપને સીધી ધમકી આપતાં કહ્યું છે કે આ ઠાકોર સમાજનું ઘોર અપમાન છે અને હવે 2017માં અમે ઠાકોર સમાજના નેતાને મુખ્યમંત્રી બનાવીને બતાવીશું.
અલ્પેશ ઠાકોરે ઠાકોર સમાજને પણ અપીલ કરી છે કે 2017ની ચૂંટણી પછી આપણા ઠાકોર સમાજનો નેતા મુખ્યમંત્રી બને તે જોવું જોઈએ. આપણે આ માટે કમર કસીને કામે લાગી જવું પડશે. ઠાકોર સમાજના ઘોર અપમાન માટે ભાજપને માફ ના કરી શકાય.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: અલ્પેશ ઠાકોર, કેન્દ્ર સરકાર, ઠાકોર સમાજ