Home /News /gujarat /

મુખ્યમંત્રી રાજ્યના 26 જિલ્લાઓમાં ‘કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-1962’નો પ્રારંભ કરાવશે

મુખ્યમંત્રી રાજ્યના 26 જિલ્લાઓમાં ‘કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-1962’નો પ્રારંભ કરાવશે

મુખ્યમંત્રી રાજ્યના ર૬ જિલ્લાઓમાં ‘કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-1962’નો પ્રારંભ કરાવશે

મુખ્યમંત્રી વિજય રૂપાણી મંગળવાર તા.૯ ઓકટોબરે રાજ્યના ર૬ જિલ્લાઓમાં મૂંગા પશુ-પક્ષી જીવોની સારવાર, ઇમરજન્સી સેવા અને ચિકિત્સા માટે ‘કરૂણા એનીમલ એમ્બ્યુલન્સ 1962’નો શુભારંભ કરાવશે

    મુખ્યમંત્રી વિજય રૂપાણી મંગળવાર તા.9 ઓકટોબરે રાજ્યના 26 જિલ્લાઓમાં મૂંગા પશુ-પક્ષી જીવોની સારવાર, ઇમરજન્સી સેવા અને ચિકિત્સા માટે ‘કરૂણા એનીમલ એમ્બ્યુલન્સ 1962’નો શુભારંભ કરાવશે. ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-1 ના નર્મદા હોલમાં મંગળવારે સવારે 10.30 વાગ્યે યોજાનારા આ સમારોહમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પશુપાલન મંત્રી કુંવરજી બાવળીયા તેમજ રાજ્યમંત્રી બચુભાઇ ખાબડ પણ ઉપસ્થિત રહેશે.

    મુખ્યમંત્રી આ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-1962ને ફલેગ ઓફ આપી સંબંધિત જિલ્લાઓમાં પ્રસ્થાન કરાવશે. મુખ્યમંત્રીએ સંવેદનાસભર અભિગમ દર્શાવી મકરસંક્રાંતિ – ઉત્તરાયણ વેળાએ પતંગના દોરાથી ઘાયલ-ઇજાગ્રસ્ત થતાં પક્ષીઓની તત્કાલ સારવાર માટે ‘કરૂણા અભિયાન’ શરૂ કરાવ્યું હતું. આ અભિયાનને મળેલી વ્યાપક સફળતાને પગલે 108 આપાતકાલિન સેવાઓ જેમજ કરૂણા એનીમલ એમ્બ્યુલન્સ-1962 સેવાઓ અગ્રતાના ધોરણે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા જિલ્લા અને મહાપાલિકા તથા મહેસાણા, પાલનપુર, ભાવનગર એમ કુલ ૧૧ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-1962 સેવા 2017થી ઉપલબ્ધ બનાવી છે. આ સેવાઓ દ્વારા રર હજાર પશુ-પક્ષીઓને સારવાર આપવામાં આવી છે.

    મુખ્યમંત્રીએ અબોલ પશુજીવોની સેવાના આ યજ્ઞને વધુ વ્યાપક ફલક આપવા પશુપાલન વિભાગને પ્રેરિત કર્યુ છે. તેના પગલે રાજ્યના 26 જિલ્લાઓ આણંદ, અરવલ્લી, સાબરકાંઠા, પાટણ, નડિયાદ, ગાંધીનગર, ગીર-સોમનાથ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, જામનગર, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, બોટાદ, મોરબી, કચ્છ, ડાંગ, વલસાડ, મહિસાગર, નવસારી તેમજ તાપી, ભરૂચ, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર તથા નર્મદામાં આવતીકાલથી કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-1962નો પ્રારંભ કરવામાં આવશે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Gujrat, Vijay Rupani, મુખ્યમંત્રી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन