Home /News /gujarat /

ઘરેલુ વપરાશ માટે પાણીની ચિંતા ના કરશો, સરકાર પાસે 31 જુલાઈ સુધીનું આયોજન છે : રૂપાણી

ઘરેલુ વપરાશ માટે પાણીની ચિંતા ના કરશો, સરકાર પાસે 31 જુલાઈ સુધીનું આયોજન છે : રૂપાણી

  રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણી તંગીની ગંભીર સ્થિતિનું નિર્માણ થયું હોવાનુ સામે આવી રહ્યું છે. જો કે રાજ્ય સરકારે દાવો કર્યો છે કે પાણી અંગે સરકારે ત્વરિત પગલાઓ લીધા છે. તથા જ્યાં પણ પાણીતંગીની સ્થિતિ છે ત્યાં પાણી પહોંચાડવાની કામગીરી ચાલી રહી છે. સમગ્ર પરિસ્થિતિને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાની હેઠળ પાણી અને ઘાસચારાને લઇને રિવ્યુ બેઠક યોજી હતી. બેઠકમાં સરકારીની આગામી રણનીતિ અંગે જણાવવામાં આવ્યું હતું.

  મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે ચૂંટણી પત્યા પછી આચારસંહિતા હટ્યા બાદ રાજ્યમાં ગરમી વધવાને કારણે પાણી અને ઘાસચારાની સ્થિતિ અંગે રિવ્યુ બેઠક મળી હતી. તેઓએ જણાવ્યું કે જો આપણી પાસે નર્મદાનું નેટવર્ક ન હોત તો આપણે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પાણીની ગંભીર સ્થિતિ સર્જાઇ હોત. આ નેટવર્કની મદદથી આપણે રાજ્યમાં છેવાડાના વિસ્તાર સુધી પાણી પહોંચાડ્યું છે.

  બેઠકમાં મુખ્યમંત્રી રૂપાણીએ પત્રકારોના સવાલોના જવાબ આપ્યા હતા.


  મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે વરસાદ, દુષ્કાળ એ આપણા હાથમાં નથી પરંતુ આપણી પાસે વ્યવસ્થા છે અને પ્લાનિંગ છે. જો કે આપણે ઘરેલુ વપરાશ માટે પાણીની ચિંતા ના કરશો, સરકાર પાસે 31 જુલાઈ સુધીનું આયોજન છે.

  રૂપાણીએ જણાવ્યું કે આપણે રાજકોટના આજી ડેમ, જામનગરનો રણજીત સાગર ડેમ, મચ્છુ ડેમ બે-બે વાર ભર્યા છે. હજુ પણ જરૂર પડશે ત્યાં ડેમ ભરીને પાણી પહોંચાડીશું. કચ્છમાં ઢોરવાડા એટલે કે કેટલ કેમ્પ અને ઘાસચારો પહોંચાડ્યો છે.

  રિવ્યુ બેઠક બાદ પાણી પૂરવઠા વિભાગના અગ્ર સચિવ જે પી ગુપ્તાએ જણાવ્યું કે ઉત્તરગુજરાતમાં માત્ર 10 ટકા જ પાણીનો જથ્થો છે. કચ્છમાં માત્ર બે ટકા જ પાણીનો જથ્થો છે. સૌરાષ્ટ્રમાં માત્ર 10 ટકા જ પાણીનો જથ્થો છે. સૌરાષ્ટ્રમાં બ્રાંચ કેનાલ મારફતે પાણીનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં નર્મદા ડેમમાંથી સૌરાષ્ટ્ર કેનાલમાં પાણી મોકલવાનો પ્લાન છે.
  Published by:Sanjay Vaghela
  First published:

  Tags: Vijay Rupani, Water Crisis, મુખ્યમંત્રી, રાજ્ય

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन