મુખ્યમંત્રીએ રાજ્યના ખાનગી તબીબોને પોતાના દવાખાનાઓમાં OPD શરૂ કરે તેવી અપીલ કરી

મુખ્યમંત્રીએ રાજ્યના ખાનગી તબીબોને પોતાના દવાખાનાઓમાં OPD શરૂ કરે તેવી અપીલ કરી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાનગી તબીબો, ઇન્ડીયન મેડીકલ એસોસિયેશનના અગ્રણીઓ સાથે વિડીયો કોન્ફરન્સ સંવાદ બેઠક યોજીને કોરોના સામેની લડાઇમાં ખાનગી ક્ષેત્રના તબીબોના સૂચનો-મંતવ્યો મેળવ્યા

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાનગી તબીબો, ઇન્ડીયન મેડીકલ એસોસિયેશનના અગ્રણીઓ સાથે વિડીયો કોન્ફરન્સ સંવાદ બેઠક યોજીને કોરોના સામેની લડાઇમાં ખાનગી ક્ષેત્રના તબીબોના સૂચનો-મંતવ્યો મેળવ્યા

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસ કોવિડ-19ની વર્તમાન સ્થિતિમાં દરેક જિલ્લામાં જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં IMAના જિલ્લા પ્રતિનિધિ અને અગ્રણી તબીબની સંકલન સમિતીની રચના કરવામાં આવશે. કોરોના વાયરસ સામેનો જંગ સરકાર, સમાજ અને તબીબી જગત તથા પેરામેડિકલ સૌના સહયોગથી આપણે જીતવો જ છે. રાજ્યમાં હાલની સ્થિતિએ કોરોનાનો વ્યાપ તીવ્ર થયો નથી પરંતુ જો સ્થિતિ વિકટ બને તો જરૂરિયાત મુજબ આવા ખાનગી તબીબોની સેવાઓ, તબીબી માનવસંશાધન, તજ્જ્ઞતા જરૂરતમંદ વ્યકિતઓને મળી રહે તે હેતુથી આ સંકલન સમિતિની રચના કરી છે. રાજ્યમાં આના પરીણામે 1000 જેટલા ખાનગી ફિઝીશયન્સ, ફેફસા રોગ નિષ્ણાંત અને 300 જેટલા એનેસ્થીયસ્ટીસની સેવાઓ જરૂરિયાત મુજબ મળતી થવાની છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રહેલા ખાનગી તબીબો, ઇન્ડીયન મેડીકલ એસોસિયેશનના અગ્રણીઓ સાથે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ સંવાદ બેઠક યોજીને કોરોનાની આ વૈશ્વિક મહામારી સામેની લડાઇમાં ખાનગી ક્ષેત્રના તબીબોના સૂચનો-મંતવ્યો મેળવ્યા હતા.

રાજ્યકક્ષાએ પણ આરોગ્ય વિભાગના અને કોરોના વાયરસની કામગીરી સાથે સંકળાયેલા વરિષ્ઠ સચિવો તેમજ IMAના અગ્રણી સભ્ય તબીબોની સંકલન સમિતીની રચના કરી નિયમિતપણે ચર્ચા-સંવાદ થાય અને પ્રવર્તમાન સ્થિતિના સંદર્ભમાં જરૂરી કાર્યવાહીનું સંકલન થાય તેવી સૂચના આરોગ્ય વિભાગને આપી છે. મુખ્યમંત્રીએ રાજ્યના ખાનગી તબીબો પોતાના ક્લિનિક, દવાખાનાઓમાં OPD શરૂ કરે તેવી અપીલ કરતાં કહ્યું છે કે જો સારવાર લેવા આવનારા દર્દીઓમાં કોઇને પણ કોરોનાના લક્ષણો જણાય તો તરત જ તેવા દર્દીને નજીકની સરકારી હોસ્પિટલ અથવા કોરોના કોવિડ-19ની ડેડીકેટેડ હોસ્પિટલમાં રિફર કરે તેવી તાકીદ કરી છે. તો ખાનગી ક્ષેત્રના આવા તબીબોની આરોગ્યરક્ષા માટે PPE હેલ્થ કિટ, N-95 માસ્ક મળી રહે તેની વ્યવસ્થાઓ રાજ્ય સરકાર કરી રહી છે.આ પણ વાંચો - રાજકોટના જાંબાઝ PI, 20 દિવસમાં પરિવારના બે મોભી ગુમાવ્યા છતાં ફરજ પર હાજર

આ મામલે મુખ્યમંત્રીના સચિવે અશ્વિની કુમારે કહ્યું કે, મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કોરોના વાયરસની સ્થિતિનો વ્યાપ વધે અને વધુ વિસ્તારોમાં તબીબી સેવાઓની જરૂર પડે તો વડોદરાના ખાનગી તબીબો, ફેફસા રોગ નિષ્ણાતો છોટાઉદેપૂર અને નર્મદામાં તથા સૌરાષ્ટ્રના બોટાદ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લામાં રાજકોટ IMAના તબીબોની સેવાઓ મળી રહે તેવા આયોજન અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ઉમેર્યુ છે કે મુખ્યમંત્રીએ આ વીડિયો કોન્ફરન્સની સફળતા રૂપે રાજ્યના સૌ નાગરિકોને ભરોસો અને વિશ્વાસ આપ્યા છે કે લોકો ચિંતામુકત રહે કોઇ પણ સ્થિતિને પહોચી વળવા સરકાર, તબીબો અને પેરામેડિકલ્સ સજ્જ છે અને મદદ માટે સદાય તત્પર છે.

આ વિગતો ઉપરાંત રાજ્યમાં લોકડાઉનની સ્થિતિના 16મા દિવસે નાગરિકો પુરવઠાની સ્થિતિની વિગતો આપતા અશ્વિની કુમારે જણાવ્યું હતું કે, રાજ્યમાં ગુરૂવારે 193.94 લાખ લિટર દૂધની આવક અને ૪૬.પ૪ લાખ લિટરની ખપત રહી છે. ૯ર,૬૬૯ કવીન્ટલ શાકભાજીનો આવરો થયો છે તેમાં ર૬,ર૪૦ કવીન્ટલ બટાકા, ૧ર,૪૦૭ કવિન્ટલ ડુંગળી, ૯,૧૬૧ કવીન્ટલ ટામેટા અને ૪૪,૮પ૯ કવીન્ટલ લીલા શાકભાજીનો સમાવેશ થાય છે. ફળફળાદિની આવક ૧૯,પ૬૯ કવીન્ટલ છે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં ૭૩ લાખ ૩૦ હજાર જેટલા ફૂડપેકેટસનું જરૂરતમંદોને વિતરણ કરવામાં આવ્યું છે. આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા લોકો તથા જીવનજરૂરી ચીજવસ્તુઓ પહોચાડતા ફેરિયા, નાના વેપારી વગેરેને અવરજવર માટે ર લાખ ૮૮ હજાર પાસ ઇસ્યૂ કરાયા છે. તેમણે રાજ્ય હેલ્પલાઇન ૧૦૭૦ પર અત્યાર સુધી ૫૨૮૧ અને જિલ્લા હેલ્પલાઇન ૧૦૭૭ પર ર૪,૩૩૧ કોલ્સ મેડીકલ સર્વિસીસ, દવાઓ, નાગરિક સુવિધાલક્ષી બાબતો, દૂધ વગેરેના પુરવઠા સંદર્ભે મળ્યા છે અને સંબંધિત તંત્રવાહકોએ જરૂરી કાર્યાવાહી કરી છે.
Published by:News18 Gujarati
First published:April 09, 2020, 20:34 pm

ટૉપ ન્યૂઝ