નોટબંધીને પગલે આવક વેરા વિભાગ અને ઇડી દ્વારા બ્લેક મનીને લઇને બ્લેક મની રાખનારાઓ સામે ગાળીયો ભરાવ્યો છે. આવક વેરા વિભાગે આજે તામિલનાડુના મુખ્ય સચિવ રામમોહન રાવના ઘરે દરોડા પાડ્યા હતા. રાવ તામિલનાડુના મુખ્યમંત્રી ઓ પનીરસેલ્વમના નજીકના ગણાય છે અને રાજ્યના સૌથી વગદાર અધિકારી ગણાય છે.

નવી દિલ્હી #નોટબંધીને પગલે આવક વેરા વિભાગ અને ઇડી દ્વારા બ્લેક મનીને લઇને બ્લેક મની રાખનારાઓ સામે ગાળીયો ભરાવ્યો છે. આવક વેરા વિભાગે આજે તામિલનાડુના મુખ્ય સચિવ રામમોહન રાવના ઘરે દરોડા પાડ્યા હતા. રાવ તામિલનાડુના મુખ્યમંત્રી ઓ પનીરસેલ્વમના નજીકના ગણાય છે અને રાજ્યના સૌથી વગદાર અધિકારી ગણાય છે.
આજે રાવના અન્નાનગર સ્થિત ઘરે આવક વેરા વિભાગે દરોડા પાડ્યા છે. જોકે આ કામગીરી દરમિયાન કેટલી રોકડ અને અન્ય દસ્તાવેજ મળ્યા છે એ અંગે આઇટી દ્વારા કોઇ સત્તાવાર વિગતો આપવામાં આવી નથી.
સુત્રોનું માનીએ તો બે સપ્તાહ પૂર્વે તામિલનાડુમાં મોટા પ્રમાણમાં આવક વેરા વિભાગે દરોડા પાડ્યા હતા. જેમાં 34 કરોડની નવી ચલણી નોટો, 106 કરોડની જુની નોટો અને 127 કિલો સોના ચાંદીના દાગીના સહિતનો જથ્થો મળી આવ્યો હતો. તપાસમાં શેખર રેડ્ડી નામના શખ્સનું નામ સામે આવ્યું હતું. આવક વેરા વિભાગ અને ઇડીના અધિકારીઓએ શેખર રેડ્ડીની પુછપરછ કરી હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર શેખર રેડ્ડી પાસેથી મોટા પ્રમાણમાં કેશ મળી આવી હતી. જેને પગલે રામમોહન રાવના ઘરે દરોડો પાડવામાં આવ્યો છે. આવક વેરા વિભાગને રેડ્ડી પાસેથી રાવને લઇને ઠોસ પુરાવા મળ્યા હશે જેને પગલે આઇટીએ દરોડા પાડ્યા છે.