ત્રણ મહિના બાદ કુબેર ભંડારીના કપાટ ખુલ્યા, મંદિરમાં જતા પહેલા 7 વાતોનું રાખવું પડશે ધ્યાન

ત્રણ મહિના બાદ કુબેર ભંડારીના કપાટ ખુલ્યા, મંદિરમાં જતા પહેલા 7 વાતોનું રાખવું પડશે ધ્યાન

 • Share this:
  ડભોઇ : વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરનારી સ્થિત કુબેર દાદાના દર્શન આજથી એટલે સોમવારથી ભક્તો કરી શકશે. ધાર્મિક વિધિવિધાન ફળ ફૂલનો ચઢાવો નહિ કરી શકાય. તીર્થ ક્ષેત્ર પ્રબંધક રજનીભાઇ પંડ્યાએ આ અંગે જણાવ્યું છે કે, ફક્ત દર્શન માટે મંદિર સવારના 8થી 12 અને બપોરના 1થી 5 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. નોંધનીય છે કે, આ મંદિર ત્રણ મહિનાથી બંધ હતું. જો તમે મંદિર જવાનું વિચારી રહ્યાં હોવ આ વાતોનું તમારે ઘ્યાન રાખવું પડશે.

  • રજનીભાઇ પંડ્યાના જણાવ્યાં પ્રમાણે, તમામ વિધિઓ, પુજાઓની મનાઈ રહેશે. દર્શનાર્થીઓ એ પગરખાં પોતાના વાહનમાં ઉતારી મંદિરમાં સેનેટાઈઝ ટનલમાં થઈને પ્રવેશ કરવો.  • દરેક દર્શનાર્થી માટે માસ્ક ફરજીયાત છે. ભક્તોએ માસ્ક પહેરીને જ આવવાનુ રહેશે

  • 5 ફૂટનું સોશ્યલ ડિસ્ટન્સ પાળવા માટે બનાવેલા ખાનામાં ઉભા રહીને વારાફરતી આગળ વધવું, ધક્કામુક્કી ગેર શિસ્ત ન કરતા વારા મુજબ દર્શન કરવા.

  • એકબીજાને કે પાળી હેન્ડલ રેલીંગ ને સ્પર્શ ન કરવો મંદિર ના કોઈ સેવકને સ્પર્શ ના કરવો.


  આ પણ વાંચો- ગુજરાતમાં તીડના આતંકને નાથવા GTUના વિદ્યાર્થીઓ અજમાવશે અનોખો કીમિયો

  આ પણ જુઓ - 


  • પ્રવેશ અને બહાર નીકળવા માટે નિર્ધારિત જુદાં જુદાં માર્ગોનો જ ઉપયોગ કરવો. રોકડ ભેટ પેટીને ના અડકવાની તકેદારી રાખી સીધી ખાનામાંથી પેટીમાં સરકાવી.

  • હાલમાં ભેટની રસીદ આપવી શક્ય નહિ બને. ફળ, ફૂલ, પૂજાપો સાથે ન લાવવો કે ચઢાવવાનો પ્રયત્ન ન કરવો.

  • બાધા કે માનતા લેવા કે મૂકવાની વિધિઓ હાલમાં શક્ય નથી.

  • મંદિર ખાતે ચાલતાં ભંડારા હાલ બંધ રાખવામાં આવેલ છે. પ્રસાદ માટે પ્રતિબંધ રાખવામાં આવ્યો છે.

  First published:June 22, 2020, 08:48 am