
હિન્દુ ધર્મમાં હનુમાનજીને જાગતા દેવ માનવામાં આવે છે, હનુમાનજી આજે પણ સાક્ષાત હોવાનું માનવામાં આવે છે અને લોકોની એમના પર આસ્થા અને શ્રધ્ધા અકબંધ છે. પરંતુ અમે અહીં આપને એક એવા ગામની વાત કરવા જઇ રહ્યા છીએ કે જ્યાંના રહેવાસીઓ હનુમાનજીથી નારાજ છે અને એમની સેવા પૂજા કે આરાધના નથી કરતા. માનવામાં ન આવે એવી વાત છે પરંતુ વર્ષોથી આ ગામમાં હનુમાનજીની પૂજા નથી કરાતી અને આજે પણ આ પરંપરા ચાલી આવે છે.