Home /News /gujarat /

અમદાવાદઃ ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા બિલ્ડરને ત્યાં CGSTના દરોડા

અમદાવાદઃ ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા બિલ્ડરને ત્યાં CGSTના દરોડા

બિલ્ડર તથા હોસ્પિટાલિટીના વ્યવહારો સાથે સંકળાયેલા વેપારીને ત્યાં CGST વિભાગે દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન અંદાજે 30 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી ઝડપાઇ હતી.

બિલ્ડર તથા હોસ્પિટાલિટીના વ્યવહારો સાથે સંકળાયેલા વેપારીને ત્યાં CGST વિભાગે દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન અંદાજે 30 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી ઝડપાઇ હતી.

    અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે સપાટો બોલાવ્યો છે. જેમાં કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો સામે આવ્યા છે. ત્યારે હવે CGST ડિપાર્ટમેન્ટ પણ કાર્યવાહી હાથ ધરી છે, જેમાં અમદાવાદના એક જાણીતા બિલ્ડરને ત્યારે CGSTના દરોડ પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન રૂપિયા 30 કરોડથી વધુની ટેક્સ ચોરી પકડાઇ હતી.

    પ્રાથમિક વિગત પ્રમાણે છેલ્લા કેટલાક સમયથી શહેરભરમાં આઇટી તથા GST ડિપાર્ટમેન્ટ દ્વારા મોટાપાયે દરોડા કામગીરી હાથ ધરાઇ છે, જેમાં કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો બહાર આવ્યા છે, ગુરુવારે અમદાવાદના જાણીતા બિલ્ડર તથા હોસ્પિટાલિટીના વ્યવહારો સાથે સંકળાયેલા વેપારીને ત્યાં CGST વિભાગે દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન અંદાજે 30 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી ઝડપાઇ હતી.

    અગાઉ પણ આ જ બિલ્ડરને ત્યાં ED અને IT વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બિલ્ડર અનેક જાણીતી ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તથા રાજનેતાઓ સાથે ગાઢ સંબંધોનો લાભ લઇ આ બિલ્ડર ગમે તેમ કરી છટકી જાય છે. ત્યારે ફરીએક વખત ટોચના નેતાઓ સુધી ફોન રિંગ વાગી હોય તો નવાય નહીં.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Builder

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन