Home /News /gujarat /

અ'વાદ: વેપારીને વાતે વળગાળીને કરી ચોરી, બહાર આવ્યો CCTV વીડિયો

અ'વાદ: વેપારીને વાતે વળગાળીને કરી ચોરી, બહાર આવ્યો CCTV વીડિયો

આ ઘટના 24 માર્ચ 2018 શનિવારનાં રોજ બપોરે 4.30 વાગ્યાની આસપાસ બને છે

આ ઘટના 24 માર્ચ 2018 શનિવારનાં રોજ બપોરે 4.30 વાગ્યાની આસપાસ બને છે

    અમદાવાદ: શહેરનાં બોપલ વિસ્તારમાં સોના ચાંદીનાં જ્વેલર્સની દુકાનમાં ચોરી થયાની ઘટના સામે આવી છે જેનાં CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ ફૂટેજમાં એક વ્યક્તિ વાતો વાતોમાં 25,000 રૂપિયાની સોનાની વીંટી લઇને ફરાર થઇ જાય છે.

    વ્યક્તિ દુકાનમાં ગ્રાહક બનીને આવે છે અને બાદમાં વેપારી સાથે વીંટી વિશે અને અન્ય અલક-મલકની વાતો કરે છે. બાદમાં વેપારીનું ધ્યાન બે ધ્યાન કરીને તે જ વીંટી ચોરી જાય છે. આ ઘટના 24 માર્ચ 2018 શનિવારનાં રોજ બપોરે 4.30 વાગ્યાની આસપાસ બને છે.

    આ ઘટના બાદ સામે બેઠેલા વ્યક્તિને ભાન થાય છે કે આ તો ગ્રાહકનાં ભેસમાં આવેલો ઠગ છે. અને તે તનો પીછો કરવા દોડે છે પણ ત્યાં સુધીમાં ચોર ભાગી જવામાં સફળ રહે છે.

    આ મામલે હાલમાં પોલીસે ચોરીનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: CCTV footage, અમદાવાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन