નવીન ઝા, અમદાવાદ: સીબીઆઈની પ્રથમ વખત સાયબર કોન્ફરન્સ યોજવામાં આવી છે. જેમાં દેશ ભરના 50 ipsઅધિકારીઓ હાજર રહ્યા હતા. આ કોન્ફરન્સમાં ગુજરાતના પણ 2 અધિકારીઓએ હાજરી આપી હતી.
દેશ ભર નહીં પરંતુ વિશ્વમાં હાલ એક સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે તે છે સાયબર ક્રાઈમ. સાયબર ક્રાઈમને લઈ તમામ સરકાર અને પોલીસ એલર્ટ છે. પહેલી વાર આ મામલે દિલ્હીમાં સીબીઆઈની સાયબર ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન અને ફોરેન્સીક કોન્ફરન્સ યોજવામાં આવી હતી.
આ કોન્ફરન્સમાં 2 અધિકારી ગુજરાતના જેમાં અમદાવાદના સાયબર ક્રાઈમના dcp રાજદીપ સિંહ ઝાલા અને cid ક્રાઈમના dig માનીંદર સિંહ પવાર હાજર રહ્યા હતા. આ કોન્ફરન્સમાં ખાસ સૂચનાઓ અને અલગ-અલગ ઇન્વેસ્ટિગેશનને લઈ જાણકારી આપવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, આંતર રાજ્ય અને આંતર રાષ્ટ્રીય મામલાને કઈ રીતે સોલ્વ કરી શકાય તે માટે માહિતી આપવામાં આવી હતી. આ મામલે અમદાવાદના સાયબર ક્રાઈમના dcp રાજદીપ સિંહ ઝાલાનું જણાવ્યું હતું કે, ઇન્ટરપોલ સાથે કઈ રીતે કોન્ટેક્ટ કરી વિદેશી આરોપીઓની માહિતી મેળવી શકાય અને વિદેશમાં થતા ક્રાઈમ અંગે શું કરી શકાય, કેવી રીતે માહિતી મેળવી શકાય, સાઈબર ક્રાઈમ કરનારને કેવી રીતે ઓળખી ઝડપી શકાય તેની ખાસ ચર્ચા કરવામાં આવી હતી.
નોંધનીય છે કે, સોશ્યિલ મીડિયા જે રીતે સાયબર ક્રાઈમના આરોપીઓ ઉપયોગ કરે છે તેના બદલે પોલીસ પણ સોશ્યિલ મીડિયાનો કઈ રીતે ઉપયોગ કરી આરોપીઓ સુધી પહોંચી શકે તેના વિશે વિશેષ જાણકારી આપવામાં આવી હતી.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર