Home /News /gujarat /ઇશરત જહાં કેસ : ડી.જી. વણઝારા, એન. કે. અમીન દોષમુક્ત જાહેર

ઇશરત જહાં કેસ : ડી.જી. વણઝારા, એન. કે. અમીન દોષમુક્ત જાહેર

ડીજી વણઝારાઅને એનકે અમીનની ફાઇલ તસવીર

રાજ્યના બહુચર્ચિત એવા વર્ષ 2004માં થયેલા ઈશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસમાં નિવૃત્ત પોલીસ અધિકારી ડી જી વણઝારા અને એન કે અમીનને સીબીઆઇ કોર્ટે રાહત આપી છે.

સંજય જોશી, અમદાવાદઃ ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં થયેલી અરજી અંગે આજે સીબીઆઇ કોર્ટે ચૂકાદો આપ્યો છે. રાજ્યના બહુચર્ચિત એવા વર્ષ 2004માં થયેલા ઈશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસમાં નિવૃત્ત પોલીસ અધિકારી ડી જી વણઝારા અને એન કે અમીનને સીબીઆઇ કોર્ટે રાહત આપી છે. જેમાં સીબીઆઇ કોર્ટે ડી.જી. વણઝારા, એન.કે. અમીનને કોર્ટે રાહત આપી છે. રાજ્ય સરકારે કેસ ચલાવવાની મંજૂરી ન આપતા કેસમાંથી દોષમુક્ત જાહેર કરવામાં આવ્યા છે.

ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં થયેલી અરજીમાં એનકે અમીન અને ડીજી વણઝારા ઉપર આગળ કેસ ચલાવવા માટે સીબીઆઇ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ બંને અધિકારીઓ ઉપર કેસ ચલાવવામાં આવે કે નહીં એની મંજૂરી માંગવામાં આવી હતી.

સીઆરપીસી કલમ 157 અંતર્ગત રાજ્ય સરકારે મંજૂરી આપી ન્હોતી. જેના પગલે સીબીઆઇએ કોર્ટના જસ્ટીસ પંડ્યાએ કેસ આગળ ન ચલાવતા એનકે અમીન અને ડીજી વણઝારાને આ કેસમાં મૂક્ત કરવામાં આવ્યા હતા.

કોર્ટે ચૂકાદો આપ્યા બાદ ડીજી વણઝારાએ જણાવ્યું હતું કે,  ઇશરત જહાં એન્કાઉન્ટર કેસ કાયદેસરનું હોવાનું કોર્ટે માન્યું છે. તો બીજી તરફ ઇશરતની માતાએ આ કેસને હાઇકોર્ટમાં પડકાવાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ઇશરત જહાં એન્કાઉન્ટર કેસ 2004થી ચાલું હતો. અને ગુજરાત રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારઓએ ડીજી વણઝારા અને એનકે અમિન ઉપર કેસ ચલાવવામાં આવ્યો હતો. લાંબા સમય સુધી આ કેસ ચાલ્યો હતો.
First published:

Tags: CBI Court, DG Vanzara