Home /News /gujarat /જેઠવા હત્યા કેસ: દીનુ સોલંકી સહિત તમામ દોષિતોને આજીવન કેદ

જેઠવા હત્યા કેસ: દીનુ સોલંકી સહિત તમામ દોષિતોને આજીવન કેદ

જેઠવા હત્યા કેસના દોષિત પૂર્વ સાંસદ દિનુ સોલંકી સહિતના આરોપીઓને કોર્ટમાં લઈ જવામાં આવ્યા

સીબીઆઈની અદાલતે 6 જૂલાઈએ જૂનાગઢના પૂર્વ સાંસદ દિનુ સોલંકી તેના ભત્રીજા શિવા સોલંકી સહીત સાત ગુનેગારોને દોષિત ઠેરવ્યા હતા

ન્યૂઝ 18 ગુજરાતી : આરટીઆઈ એક્ટિવીસ્ટ અમિત જેઠવાની હત્યાના મામલે દોષિત ઠરેલા 7 ભાજપના પૂર્વ સાંસદ દીનુ સોલંકી સહીત 7 દોષિતોને આજે સીબીઆઈ કોર્ટ સજાનું એલાન કર્યુ હતું. ગત 6 જુલાઇએ જેઠવા હત્યા કેસમાં ચુકાદો આપતા ન્યાયાલયે તમામ 7 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. સવારે 10.30 વાગ્યાના સુમારે તમામ દોષિતોને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. સિટી સિવિલ એન્જ સેશન્સ કોર્ટમાં આજે આ હત્યા કેસનો ચુકાદો આવ્યો હતો. કોર્ટે તમામ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી હતી. કોર્ટે દીનુ સોલંકી તેના ભત્રીજા શિવા સોલંકી સહીત તમામ દોષિતોને હત્યા અને હત્યાના કાવતરા સહીતને 302-120 બી કલમ હેઠળ દોષિત ઠેરવ્યા હતા, જ્યારે શૂટર શૈલેષ પંડ્યાને આર્મ્સ એક્ટ હેઠળ દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે દોષિતોને સજાની સાથે રૂપિયા 60 લાખ 50 હજારનો દંડ પણ ફટકાર્યો હતો. આ સાથે જ કોર્ટે આદેશ કર્યો હતો કે જેઠવાના પરિવારને વળતર પેટે રૂપિયા 11 લાખ ચુકવવામાં આવે.

કોને કેટલો દંડ અને કેવી રીતે વળતર મળશે?

આ કેસના  વકીલ સ્પેશિયલ પબ્લિક પ્રોસીક્યુટેર મુકેશ કાપડિયાએ જણાવ્યું હતું કે આ કેસમાં નામદાર કોર્ટે 60.50 હજાર ટોટલ દંડ કરવામાં આવ્યો છે. દીનુ સોલંકી 15 લાખ અને 15 લાખનો દંડ કરવામાં આવ્યો છે. જ્યારે પોલીસ કોન્સ્ટેબલ બહાદુરસિંહને 15 લાખનો દંડ કરવામાં આવ્યો છે. જ્યારે શુટર શૈલેષ પંડ્યા અને બહાદુરસિંહ સોલંકીને 10 લાખનો દંડ કરવામાં આવ્યો છે. જ્યારે પાચાણ દેસાઇને 8 લાખનો દંડ અને સંજય ચૌહાણને રૂપિયા 1 લાખનો દંડ કરવામાં આવ્યો છે. આ દંડમાંથી 11 લાખ પરિવારને વળતર આપવામાં આવશે. બંને બાળકોના નામે 3-3 લાખ રૂપિયા વળતર પેટે ચુકવાશે જ્યારે 5 લાખ જેઠવાના પત્ની અલ્પા જેઠવાને ચુકવાશે.

આ પણ વાંચો : અમ્પાયરની મોટી ભૂલના કારણે સેમિ ફાઇનલમાં રન આઉટ થયો ધોની!

2010માં હાઇકોર્ટની બહાર પોઇન્ટ બ્લેન્ક રેંજથી થઈ હતી હત્યા
જૂનાગઢના આરટીઆઇ એક્ટિવિસ્ટ 35 વર્ષીય અમિત જેઠવાની 20 જુલાઇ 2010ના રોજ હાઇકોર્ટ સામે આવેલા સત્યમેવ કોમ્પ્લેક્સ પાસે ગોળી મારી હત્યા કરાઈ હતી. કેસની સુનાવણી દરમિયાન 192 સાક્ષીમાંથી 155 સાક્ષી ફરી ગયા હતાં. મોટી સંખ્યામાં સાક્ષીઓ ફરી જતાં ભીખાભાઇ જેઠવાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેને ધ્યાને રાખી હાઇકોર્ટે મહત્વના 27 સાક્ષીને રિકોલ કર્યા હતાં. રિકોલ કરાયેલા દિનુબોઘાના ફાર્મ હાઉસના નોકર રામા આઝા સહિત 27 સાક્ષીઓની સીબીઆઇ કોર્ટમાં ફરીથી જુબાની લેવાઇ હતી. જેમાં પણ આ સાક્ષીઓ પોતાની જુબાનીમાં ફરી ગયા હતાં.

જૂનાગઢના પૂર્વ સાંસદ દીનુ સોલંકીની ફાઇલ તસવીર


આ પણ વાંચો :  લીંબડી-અમદાવાદ હાઇવે પર ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત, બેનાં મોત, પાંચને ઇજા

દીનુ સોલંકીની ધરપકડ
આ મામલામાં ભાજપનાં પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકીની નવેમ્બર 2013માં ધરપકડ થઇ હતી. બાદમાં વર્ષ 2014માં લોકસભાની ચૂંટણી પહેલાં જામીન પર છુટકારો થયો હતો. અમિત જેઠવાના પિતા ભીખા ભાઈ બાટાવાળા વતી આ કેસમાં અમદાવાદના એડવોકેટ આનંદ યાજ્ઞિક કેસ લડી રહ્યાં હતા. તેમણે કેસનો ચુકાદો આવ્યા બાદ પ્રતિક્રિયા આપી હતી આ કેસમાં સીબીઆઈ અને ગુજરાત પોલીસની ઢીલી નીતિ હોવા છતાં ન્યાય થયો છે.
First published:

Tags: CBI Court, Murder case, Sentence

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો