Home /News /gujarat /

સારાસિંહ હત્યા: અમરમણીના પુત્ર અમનમણી ત્રિપાઠીની સીબીઆઇએ કરી ધરપકડ

સારાસિંહ હત્યા: અમરમણીના પુત્ર અમનમણી ત્રિપાઠીની સીબીઆઇએ કરી ધરપકડ

ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં શુક્રવારે મોડી સાંજે રાજકીય જગતમાં ખળભળાટ મચી ગયો. પ્રદેશના પૂર્વ મંત્રી અમરમણી ત્રિપાઠીના પુત્ર અમનમણી ત્રિપાઠીને દિલ્હીમાં સીબીઆઇની ટીમે ધરપકડ કરી. સીબીઆઇએ અમનમણીને એની પત્ની સારાસિંહના શંકાસ્પદ મોતના મામલે ધરપકડ કરવામાં આવી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં શુક્રવારે મોડી સાંજે રાજકીય જગતમાં ખળભળાટ મચી ગયો. પ્રદેશના પૂર્વ મંત્રી અમરમણી ત્રિપાઠીના પુત્ર અમનમણી ત્રિપાઠીને દિલ્હીમાં સીબીઆઇની ટીમે ધરપકડ કરી. સીબીઆઇએ અમનમણીને એની પત્ની સારાસિંહના શંકાસ્પદ મોતના મામલે ધરપકડ કરવામાં આવી છે.

અમનમણીની ધરપકડથી યૂપીના રાજકારણમાં ગરમાગરમીનો માહોલ સર્જાયો છે. શનિવારે અમનમણીને પટિયાલા હાઉસ કોર્ટમાં રજુ કરાશે.

અમનમણીને સમાજવાદી પાર્ટીએ આગામી વિધાનસભા ચૂંટણી માટે ગોરખપુરના મહારાજગંડ જિલ્લાની નૌટવાના બેઠકથી મેદાનમાં ઉતાર્યા છે. એવામાં સારાસિંહની માતાએ સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમસિંહ યાદવને રજુઆત કરી અમનમણીને પાર્ટીમાંથી બહાર કરવા માંગ કરી છે.

ગોરખપુરના રહેવાસી અમનમણીએ પોતાના ઘરવાળાની ઇચ્છા વિરૂ્ધ્ધ જુલાઇ 2013માં લખનૌની રહેવાસી સારા સાથે આર્ય મંદિરમાં લગ્ન કર્યા હતા.

સારાનું મોત સિરસાગંજમાં 9મી જુલાઇ 2015માં અમનમણી સાથે બપોરે કારમાં લખનૌથી દિલ્હી જતાં શંકાસ્પદ મોત થયું હતું.
First published:

Tags: ઉત્તર પ્રદેશ, ધરપકડ, સીબીઆઇ

આગામી સમાચાર