Home /News /gujarat /

પરપ્રાંતિયો પર હુમલા: અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં પોલીસનું સઘન પેટ્રોલિંગ

પરપ્રાંતિયો પર હુમલા: અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં પોલીસનું સઘન પેટ્રોલિંગ

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં પોલીસનું સઘન પેટ્રોલિંગ

આ મામલાને ગંભીરતાથી લઈ રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ રવિવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી આ પ્રકારના ગુનામાં કથિત રીતે સંડોવાયેલા લગભગ 342 લોકોની અટકાયત કરી કરી અને આશરે 42 ફરિયાદો નોધી

    સાબરકાંઠા ના હિમંતનગરના ઢુંઢર ગામમાં 14 માસની બાળકી પર થયેલા દુષ્કર્મના કિસ્સા બાદ રાજ્યના સંખ્યાબંધ વિસ્તારોમાં પરપ્રાંતિયો, ખાસ કરીને યુપી અને બિહારના લોકો સામે સ્થાનિક ગુજરાતીઓ જાણે વ્યાપક ઉગ્ર થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનાંમાં કથિત આરોપી રવિન્દ્ર સાહુ નામના બિહારી યુવકની પોલીસે તત્કાલિક અસરથી ધરપકડ કરી લીધી હતી.

    આ ઘટનાના પ્રત્યાઘાતો સાબરકાંઠા, મહેસાણા અને અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પડી રહ્યા છે. જેમાં પરપ્રાંતિયો લોકોને ધમકાવવાની અને તેમના પર હુમલા થયા હોવાની ઘટનાઓ સામે આવી છે. આ મામલાને ગંભીરતાથી લઈ રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ રવિવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી આ પ્રકારના ગુનામાં કથિત રીતે સંડોવાયેલા લગભગ 342 લોકોની અટકાયત કરી કરી અને આશરે 42 ફરિયાદો નોધી હતી.

    સ્થાનિક લોકો સાથે પોલીસે સંવાદ સાધી કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને અને શહેર તથા રાજ્યભરમાં શાંતિ જળવાઈ રહે તે માટે લોકોને સમજાવ્યા હતા.


    આ પછી પણ અમદાવાદમાં રવિવારે મોડી રાત્રે તકેદારીના ભાગરુપે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના લગભગ 22 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં પોલીસે સઘન પેટ્રોલિંગ યોજ્યું હતું.  વળી સ્થાનિક લોકો સાથે પોલીસે સંવાદ સાધી કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને અને શહેર તથા રાજ્યભરમાં શાંતિ જળવાઈ રહે તે માટે લોકોને સમજાવ્યા હતા.

    અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં પોલીસનું સઘન પેટ્રોલિંગ


    પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસે કરેલી આ પેટ્રોલિંગના કારણે લોકોમાં કશુંક અજુગતું થયું હોવાની અજંપાભરી સ્થિતિ પ્રવર્તી હતી. આ પૂર્વે રવિવારે 4.30 કલાકે અમદાવાદથી મુઝફ્ફ્પુર જતી જનસાધારણ સાપ્તાહિક એક્સપ્રેક્સમાં સંખ્યાબંધ યુપી અને બિહારના લોકો સામુહીક રીતે હિજરીત કરી ગયા હોવાનું ચર્ચાતું રહ્યું છે. જોકે પોલીસ અને સત્તાવાળાઓ આગામી તહેવારના દિવસોના કારણે લોકોની અવરજવર વધી રહી હોવાનું જણાવી રહ્યા છે. બીજી તરફ અમદાવાદના ઉપનગરીય ક્ષેત્રમાં આવેલા ઔદ્યોગિક એકમો નારોલ, ચાંગોદર, માંડલ, સાણંદ અને વિરમગામ સહિતના ક્ષેત્રમાંથી સંખ્યાબંધ પરપ્રાંતિયો લોકોએ પલાયન કર્યું હોવાનું સામે આવી રહ્યું છે.

    'પરપ્રાંતિયોને કાઢી મુકો’: મહેસાણામાં ટોળાનો આતંક
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Child abuse, Gujrat, Mahesana, Sabarkantha, અમદાવાદ, અલ્પેશ ઠાકોર, ઉત્તર પ્રદેશ, બિહાર

    આગામી સમાચાર