Home /News /gujarat /Ahmedabad: ઓઢવમાં ચાલુ કારમાં આગ લાગી, લોકોનાં જીવ અદ્ધર થયા

Ahmedabad: ઓઢવમાં ચાલુ કારમાં આગ લાગી, લોકોનાં જીવ અદ્ધર થયા

કારમાં આગ

Ahmedabad News: કાર આગમાં ભડકે (Fire in Car) બળી, મુસાફરોનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. આ ઘટના સમયે અહીં ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા હતાં CNG કાર હોવાને કારણે વિસ્ફોટ થયો હોવાનાં ડરથી લોકોમાં નાસભાગ મચી ગઇ હતી.

    અમદાવાદ: ઓઢવમાં ગુરૂવારે સાંજે સાડા પાંચ વાગ્યે ફાયર બ્રિગેડની બિલ્ડિંગ (Ahmedabad Fire news) સામે જ મુખ્ય રોડ પરથી પસાર થતી મારૂતીની ઓમ્ની કારમાં (omni car) એકાએક આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. ઓઢવ રોડની વચ્ચોવચ કાર (Fire in Car) સળગવા લાગતા નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. વિસ્ફોટ થશે તેવા ભયના માર્યા લોકો કારથી દુર સલામત અંતરે ખસી ગયા હતા.

    ઓઢવ ફાયર સ્ટેશનની સામે , ખારીકટ કેનાલની બાજુમાં જ ઓઢવથી સોનીની ચાલી તરફ જતા મુખ્ય રોડ પરથી પસાર થતી ચાલુ કારમાં એકાએક આગ ફાટી નીકળતા રોડ પર અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.

    આ પણ વાંચો-Vadodara Accident: ટ્રકનું ટાયર ફરી વળતા પિતા-પુત્રનું મોત, 16 વર્ષનાં પુત્રનાં બંને પગ થયા અલગ, પિતાનું માથું છુંદાયું

    જોકે બાજુમાં જ ફાયર બ્રિગેડની બિલ્ડિંગ હોવાથી વધુ નુકશાન થાય અને જાહેર રોડ પર આગના કારણે બીજી કોઇ મોટી સમસ્યા સર્જાય તે પહેલા જ લોકોની સુઝબુઝથી અને ફાયરબ્રિગેડની મદદથી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ આગના કારણે રોડ પર ટ્રાફિકજામ થઇ ગયો હતો.

    આ પણ વાંચો-CCTV: પેટ્રોલપંપ પર જ યુવાને શરીર પર રેડ્યું જ્વલનશીલ પ્રવાહી, દીવાસળી ચાંપે તે પહેલાં કરાયો બચાવ

    સમયસુચકતા વાપરીને કારમાં સવાર તમામ મુસાફરોને સહીસલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. કાર સીએનજી હોવાથી કારમાં વિસ્ફોટ થઇ જશે , આગ મોટું રૂપ ધારણ કરી લેશે તેવા આશંકાઓ વચ્ચે હાજર લોકોના જીવ અદ્ધર થઇ ગયા હતા. આગના આ બનાવમાં કોઇને ઇજા કે જાનહાની થવા પામી નથી. ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ પ્રાથમિક અનુમાન મુજબ કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું જણાઇ આવે છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Ahmedabad news, Cng car, Fire News, Gujarat Samachar

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन