Home /News /gujarat /

અમદાવાદઃદારૂ પી મિત્રની હત્યા કરનારા ભાઇને બહેને પકડાવી દીધો

અમદાવાદઃદારૂ પી મિત્રની હત્યા કરનારા ભાઇને બહેને પકડાવી દીધો

અમદાવાદઃ અમદાવાદમાં ચાંડોળા તળાવ પાસે ગત રાત્રે એક ખૂન થઇ ગયું છે. અબ્દુલ હસન નામની વ્યક્તિનું ખૂન થયું છે. અબ્દુલ અને તેના બે મિત્રો રાત્રે ભેગા મળીને નશો કરતા હતા. બોલાચાલીમાં મિત્રોએ મળીને અબ્દુલનું ઢીમ ઢાળી દીધું હતું.

  • Pradesh18
  • Last Updated :
અમદાવાદઃ અમદાવાદમાં ચાંડોળા તળાવ પાસે ગત રાત્રે એક ખૂન થઇ ગયું છે. અબ્દુલ હસન નામની વ્યક્તિનું ખૂન થયું છે. અબ્દુલ અને તેના બે મિત્રો રાત્રે ભેગા મળીને નશો કરતા હતા. બોલાચાલીમાં મિત્રોએ મળીને અબ્દુલનું ઢીમ ઢાળી દીધું હતું. ખૂન કરનારા બંને જણા લાશને રીક્ષામાં નાખીને સગેવગે કરવાની ફિરાકમાં હતા. પણ હત્યારાની બહેને જ પોલીસને જાણ કરી દેતા પોલીસ ઘટનાસ્થળે તરત પહોંચી ગઇ હતી અને આરોપીને પકડી લીધા હતા.

શહેરના ઇસનપુરમાં ગત મોડી રાતે ખુની ખેલ ખેલાયો હતો.અંગત અદાવત રાખીને બે મિત્રોએ એક મિત્રને મળવા માટે બોલાવ્યો અને ત્યારબાદ હત્યા કરી દેતા ચકચાર મચી ગઇ છે.

બસીર શેખ અને ઇમરાન શેખ નામના આરોપીઓએ આ હત્યાના બનાવને અંજામ આપ્યો છે.જો કે ચોંકાવનારી બાબત તો એ છે કે આ બંન્ને આરોપીઓ મૃતક હુસેન કાળીયાના મૃતદેહને સગેવગે કરવા માટે જઇ રહ્યા હતાં તે દરમિયાન જ ઇમરાનના બહેનએ જ  પોલીસને જાણ કરી હતી.જેથી પોલીસએ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોચીને બંન્ને આરોપીઓની ધરપકડ કરી હતી.

મૃતક હુસેન ઉર્ફે કાળીયો મૂળ મીરઝાપુરનો રહેવાસી છે પરંતુ છેલ્લા કેટલાય સમયથી બસીર અને ઇમરાનના સંપર્કમાં હતો.જો કે આ અગાઉ મૃતક હુસેનએ ચંડોળા તળાવ પાસે એક યુવાનને છરીના ઘા માર્યા હતાં જેની અદાવત રાખીને તેની હત્યા કરવામાં આવી છે.હાલમાં પોલીસે આ બંન્ને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

First published:

Tags: અમદાવાદ, ક્રાઇમ, મિત્રની હત્યા

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन