Home /News /gujarat /

અમદાવાદ: 5 દિવસની બાળકી લઇને પરીક્ષા આપવા આવેલી માતા, રદ થતા નિરાશ

અમદાવાદ: 5 દિવસની બાળકી લઇને પરીક્ષા આપવા આવેલી માતા, રદ થતા નિરાશ

પ્રતિકાત્મક તસવીર

મોહિનીબેનનાં સાસુ ખુબજ રોષે ભરાયા હતા અને તેમણે આક્રોશ સાથે કહ્યુ હતું કે, સરકાર અમારી વેદનાને નહીં સમજી શકે પણ એટલું યાદ રાખે કે એક મતથી સરકાર ગબડી પણ શકે છે

    અમદાવાદ: રાજ્યમાં લોકરક્ષક દળની પરીક્ષા આપવા માટે કેટલાંયે ઉમેદવાર અહીંથી ત્યાં બીજા શહેર ગયા હતાં. તેમ અનેક વેદના વેઠીને પાંચ દિવસની બાળકીની માતા અમદાવાદથી વડોદરા પરીક્ષા આપવા ગઇ હતી. પણ પરીક્ષાનું પેપર લીક થવાને કારણે પરીક્ષા રદ્દ થઇ હતી જેને કારણે તેમને ભારે નિરાશા થઇ હતી. અમદાવાદનાં રામેશ્વર વિસ્તારમાં રહેતા મોહિની બેન શ્રીમાળી પાંચ દિવસની બાળકીને લઇને તેમનાં પતિ, સાસુ, સસરા અને જેઠના દિકરા સાથે પરીક્ષા આપવા માટે વડોદરા ગયા હતાં ત્યાં પહોંચીને તેમને ખબર પડી કે પરીક્ષા રદ્દ થઇ ગઇ છે.

    મોહિની બહેનનું કહેવું છે કે તે કોલેજમાં હતા ત્યારથી લોકરક્ષક દળની પરીક્ષાની તૈયારી કરી રહ્યાં છે. તેઓ સગર્ભાવસ્થામાં હતા ત્યારથી જ પરીક્ષાની તૈયારી કરી રહ્યાં હતાં. તેમનાં પતિ એક ખાનગી કપંનીમાં કામ કરે છે તેથી પરિવારને ટેકો મળી રહે તે હેતુથી તેઓ લોકરક્ષકની પરીક્ષા આપવાનો અને કામ કરવાનો નિર્ણ લીધો હતો પણ  પેપર લીક થતા તેમને ભારે આઘાત લાગ્યો હતો.

    આ પણ વાંચો
    -પોતાના માણસોએ જ પીઠમાં ભોંક્યું ખંજર, પેપર લીકમાં ભાજપનાં જ કાર્યકરોની સંડોવણી
    -PSIને પેપર લીકની સૌપ્રથમ થઇ જાણ, જાણો કઇ રીતે આરોપીઓએ ઘડ્યો હતો આખો 'માસ્ટર પ્લાન'
    -ભાજપના ઇશારે જાણી જોઇને પેપર લીક કરવામાં આવે છેઃ પેપર લીક મુદ્દે અમિત ચાવડા

    આ આખી ઘટનાથી મોહિનીબેનનાં સાસુ ખુબજ રોષે ભરાયા હતા અને તેમણે આક્રોશ સાથે કહ્યુ હતું કે, સરકાર અમારી વેદનાને નહીં સમજી શકે પણ એટલું યાદ રાખે કે એક મતથી સરકાર ગબડી પણ શકે છે.

    દોઢ વર્ષની બાળકીને પાડોશી પાસે મુકીને પરીક્ષા આપવા આવ્યા હતાં ઉમેદવાર
    સાવલીથી વડોદરા પરીક્ષા આપવા કિન્નરી બેન નામનાં ઉમેદવાર આવ્યા હતાં. તેમને પોતાનો રોષ ઠાલવતા કહ્યું કે, મારા પતિ કોન્ટ્રાક્ટ પર કર્મચારી છે. ઘરને મદદ મળે તે માટે હું પરીક્ષાની તૈયારી કરી રહી હતી અને આજે દોઢ વર્ષની બાળકીને પાડોશી પાસે પરીક્ષા આપવા આવી હતી. હવે ફરી નવેસરથી એકડો ઘૂંટવાનો વારો આવ્યો
    છે.

    કોલેજની પરીક્ષા સાથે કરતી હતી લોકરક્ષક દળની પરીક્ષાની તૈયારી
    અમદાવાદથી આવેલી અંકિતા નામની M.Comની વિદ્યાર્થીનીએ કહ્યું હતું કે, પહેલાં તો એ જ સમજાતુ નથી કે અમદાવાદમાં પરીક્ષા આપી શકાય તેમ છતા વડોદરામાં કેમ પરીક્ષા આપવા માટે નંબર આવે છે? અને અન્ય ઘણાં વિદ્યાર્થીઓ એવા છે જેમની એમકોમની પરીક્ષા ચાલી રહી છે અને અમે તેમાંથી સમય કાઢીને લોકરક્ષકની પરીક્ષા આપવા આવ્યા છીએ. હવે આ તમામ મહેનત પાણીમાં ગઇ. સરકારે અમારા જેવા સેંકડો વિદ્યાર્થીઓ સાથે અન્યાય કર્યો છે.

    આ પણ વાંચો
    -જાણો કોણ છે લોક રક્ષક પેપર લીકનાં મુખ્ય આરોપીઓ
    -LRD પેપર લીક વિવાદ: જાણો કયા સ્તરે થઈ શકે છે પ્રશ્નપત્ર લીક

    વિટીં ગીરવે મુકી ભત્રીજાને પરીક્ષાની તૈયારી કરાવી
    મોડાસાથી વડોદરા પરીક્ષા આપવા આવેલાં એક વ્યક્તિએ નામ ન આપીને કહ્યું કે, મારા ભત્રીજાને પરીક્ષા અપાવવાં લઇને આવ્યો છુ આ માટે મારી પાસે પૈસા ન હતા તો મે મારી વિટીં ગીરવે મુકી હતી. હવે આ ખર્ચો માથે પડ્યો છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: ઉમેદવાર

    આગામી સમાચાર