Home /News /gujarat /

કેનેડિયન PM ટ્રુડે પરિવાર સાથે અક્ષરધામ મંદિરનાં કર્યા દર્શન

કેનેડિયન PM ટ્રુડે પરિવાર સાથે અક્ષરધામ મંદિરનાં કર્યા દર્શન

આ સમયે કેનેડિયન પ્રધાનંત્રીની સાથે તેમનું આખું પરિવારનું પુષ્પહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ સમયે કેનેડિયન પ્રધાનંત્રીની સાથે તેમનું આખું પરિવારનું પુષ્પહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

  અમદાવાદ: કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો તેમની ભારત મુલાકાતના ભાગરૂપે સોમવારે એક દિવસની ગુજરાત મુલાકાતે છે. અહીં તેઓ ગાંધીનગર ખાતે આવેલા અક્ષરધામની મુલાકાત લીધી હતી. તેમનાં સંપૂર્ણ પરિવાર સાથે આવેલા ટ્રુડોનું સ્વામિનારાણ સંપ્રદાય દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આ સમયે તેમની સાથે તેમનું આખું પરિવારનું પુષ્પહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ ભવ્ય અક્ષરધામ મંદિર જોઇને જસ્ટિન ટ્રુડો ખુશ થયા હતાં

  સવારે સાબરમતી આશ્રમની મુલાકાતે પહોચ્યા હતાં જસ્ટિન ટ્રુડો
  સોમવારે સવારે ટ્રુડો અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા, જ્યાંથી સીધા તેઓ સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા. જે બાદ તેઓ અક્ષર ધામની મુલાકાતે ગયા હતાં. અહીંથી તેઓ IIM અમદાવાદની મુલાકાત લીધી હતી. અને હવે તેઓ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બેઠક કરશે.

  Published by:Margi Pandya
  First published:

  Tags: Ahmeadbad, Akshardham temple, IIM Ahmedabad

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन