Home /News /gujarat /

Gujarat Election 2022: વડોદરામાં પાટીલનું આહ્વાન: કાર્યકરોનો ઉત્સાહ જોઈને લાગતું નથી કે, BJP સામે કોઈપણ પાર્ટીનો ઉમેદવાર ટિકિટ માંગવા આવે

Gujarat Election 2022: વડોદરામાં પાટીલનું આહ્વાન: કાર્યકરોનો ઉત્સાહ જોઈને લાગતું નથી કે, BJP સામે કોઈપણ પાર્ટીનો ઉમેદવાર ટિકિટ માંગવા આવે

વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે પેજ સમિતિ સંમેલન કાર્યક્રમ

Gujarat Political news: વડોદરા જીલ્લાની 05 માંથી 05 સીટ ભારતીય જનતા પાર્ટી (BJP) જીતવાની છે. કાર્યકરોનો ઉત્સાહ જોઈને લાગતું નથી કે, ભારતીય જનતા પાર્ટીની સામે ઉમેદવારી માટે કોઈપણ પાર્ટીનો ઉમેદવાર ટિકિટ માંગવા માટે જાય.

Gujarat Election 2022:  વડોદરા : ભારતીય જનતા પાર્ટી પ્રદેશ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલના (C R Patil)  "વન ડે વન ડિસ્ટ્રિક્ટ" (one day one district) કાર્યક્રમ અંતર્ગત વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે પેજ સમિતિ સંમેલન કાર્યક્રમ યોજાયુ હતું. આ પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલે કાર્યકરોને સંબોધતા જણાવ્યુ હતું કે, આગામી વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Election 2022) વડોદરા જીલ્લાની 05 માંથી 05 સીટ ભારતીય જનતા પાર્ટી (BJP) જીતવાની છે. કાર્યકરોનો ઉત્સાહ જોઈને લાગતું નથી કે, ભારતીય જનતા પાર્ટીની સામે ઉમેદવારી માટે કોઈપણ પાર્ટીનો ઉમેદવાર ટિકિટ માંગવા માટે જાય.

તેમણે વધુમાં જણાવ્યુ કે, આપણાં દેશના વૈજ્ઞાનિકોને વડાપ્રધાને પ્રોત્સાહિત કર્યા, 02 વેક્સિનની શોધ કરાવી અને આત્મનિર્ભર બનાવી આપણાં દેશના લોકોને આ બંને વેક્સિન મફતમાં આપી. કહેવાયું છે કે "મોદી હૈ તો મુમકિન હૈ". કોંગ્રેસની સરકારના પ્રધાનમંત્રીઓ ધીમી ગતિના સમાચાર હતા. દેશમાં 50 લાખ લોકો મૃત્યુ પામે ત્યારે તેમને સમાચાર મળતા, "ભલું થજો નરેન્દ્રભાઈ મોદી સાહેબનું" કે એમને સત્તા હસ્તગત કરી અને એમના સમયમાં કોરોના આવ્યો અને આવી મહામારીમાંથી બહાર નીકળ્યા છીએ.

તેમણે રમૂજ કરતા જણાવ્યુ કે, હમણાં નવી પાર્ટી મહાઠગનો જન્મ થયો છે. બધા ચેતતા રહેજો અને ચેતતા રાખજો ગુજરાતના ભોળા લોકોને છેતરી ન જાય એની ચિંતા ભાજપના કાર્યકર્તાઓએ કરવાની છે. વચનો આપ્યા હતા કે, કોઈ ભ્રષ્ટાચાર નહીં થાય હમણાં જ એમના એક પ્રધાન કરપ્શનમાં પકડાયા છે, કહ્યું તું બધા ટનાટન છે પણ માટલું તો ફૂટેલું નિકળ્યું.પેજ સમિતિની તાકાત અને આ રેલી "ન ભૂતો ન ભવિષ્યતી" છે.

વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે પેજ સમિતિ સંમેલન કાર્યક્રમ


ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે અભિનંદન પાઠવતા જણાવ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વડોદરા જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ જે રીતે સંગઠનને મજબૂત કર્યું છે એ જોતાં લાગે છે કે, આગામી વિધાનસભા ચૂંટણી ડિસેમ્બર 2022માં વડોદરા જીલ્લાની 05માંથી 05 સીટ ભારતીય જનતા પાર્ટી જીતવાની છે. કાર્યકરોનો ઉત્સાહ જોઈને લાગતું નથી કે, ભારતીય જનતા પાર્ટીની સામે ઉમેદવારી માટે કોઈપણ પાર્ટીનો ઉમેદવાર ટિકિટ માંગવા માટે જાય.

આ પણ વાંચો: ગુજરાતના વાતાવરણમાં આવ્યો પલટો, બે દિવસ વરસાદની આગાહી

ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો આ પરચો વિપક્ષના છાતીના પાટિયા બેસાડવા માટે પૂરતા છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર દેશની અંદર વિકાસના કામો કર્યા છે અને નાનામાં નાના વ્યક્તિની ચિંતા કરી છે. દરેક ક્ષેત્રની અંદર અલગ-અલગ યોજનાઓ બનાવી અને આ દરેક યોજનાઓનો લાભ દરેક જીલ્લામાં 100% મળે એના માટે પૂરતા પ્રયત્ન કર્યા છે.

ગંગાસ્વરૂપ યોજનામાં તેમજ સિનિયર સીટીઝન માટે બનાવેલી યોજનામાં આજે દરેકને સીધા ખાતામાં પૈસા જમા થાય તેવી વ્યવસ્થા થઈ છે અને 100% સીધો લાભ લાભાર્થીઓને મળે તેના માટે હરહંમેશ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી  પ્રયત્નો કરી રહ્યા છે. કોરોના જેવી કપરી મહામારીમાં બહાર નીકળવું એ ખૂબ મુશ્કેલ સમય લાગતો હતો અને આ કપરા સમયમાં આપણે મીડિયાના મારફતે જોયું છે કે, જે વિશ્વમાં સમૃદ્ધ દેશો હતા તેમાં પણ લોકો એક બ્રેડ માટે લાઇનમાં ઊભા રહેતા હતા પરંતુ આ દેશની અંદર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે દરેક વ્યક્તિની ચિંતા કરી અને લગભગ 80 કરોડ લોકોને રાશનની જરૂર હતી એને ઘરે બેઠા મફતમાં રાશન મળ્યું એમાં કોઈ અરજી કે અધિકારીને વિનંતી કર્યા વગર જરૂરિયાતમંદ વ્યક્તિ કે કોઈપણ બાળક ભૂખ્યો ના સૂઈ જાય એની ચિંતા મોદી સાહેબે કરી છે.

વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે પેજ સમિતિ સંમેલન કાર્યક્રમ


આ પણ વાંચો: સુરતમાં જમણવાર બાદ મહેમાનોની તબિયત લથડી

સી.આર.પાટીલે વધુમાં જણાવ્યુ કે, વિકાસની સાથે દેશના ગરીબોને કોઈને કોઈ યોજનાનો લાભ મળે તેના પૂરતા પ્રયાસ કર્યા છે અને અવિરત થતાં રહેશે. આ પ્રયાસોમાં આપણે સહભાગીદાર બની નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરવાના છે. આપણે જાગતા રહેવાનુ છે આખા દેશમાં સૌથી વિકસિત રાજ્ય ગુજરાત છે અને આ બધુ  નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં થયું છે.

ગુજરાતના લોકો શાણા અને સમજદાર છે આમ કોઈને અહિયાં સ્થાન નહીં આપે. ઊભા રહેલા વિપક્ષી ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ જાય એ જવાબદારી આપ સૌની છે. ગુજરાતના વિકાસને કોઇની નજર ના લાગે ગુજરાતના ભવિષ્યમાં કોઈ અવરોધો ન આવે એની ચિંતા આપણે કરવાની છે. પેજ સમિતિની તાકાત અને આ રેલી "ન ભૂતો ન ભવિષ્યતી" છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: C.R Patil, ગુજરાત, વડોદરા સમાચાર

આગામી સમાચાર