અમદાવાદની પોલીસ કમિશનર ઓફિસમાં ઇસનપુરનાં વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. વેપારની દુકાનમાં ચોરી થઇ હતી જેની ફરિયાદ ઇશનપુર પોલીસે ન લેતા તેણે આ પગલુ ભર્યું હતું. વેપારીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ડોક્ટરોએ જણાવ્યું કે તેની હાલત હાલ ગંભીર છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે શહેરના ઇસનપુર વિસ્તારમાં રહેતા જયમીનભાઇ ઝઘડિયાની દુકાનમાં તારીખ 20 નવેમ્બરના રોજ ચોરી થઈ હતી. જેમાં તેણે પોતાના ભાઈઓ પર જ ચોરીનો આરોપ લગાવ્યો હતો.
પરંતુ આ મામલાની ફરિયાદ ઇશનપુર પોલીસ મથકમાં નોંધવામાં આવી નહીં. જેથી વેપારીએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરી લેતા ચકચાર મચી ગઇ હતી. વેપારીને તાત્કાલિક પીસીઆર વાનમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ પહેલા પણ પાલનપુરમાં ગંજબજારની પેઢીના ચડોતર ગામના એક વેપારી પાસે ચાર ઈસમો દ્વારા પઠાણી ઉઘરાણી કરી માનસિક ત્રાસ ગુજારતાં વેપારીએ રાત્રી દરમિયાન સ્યુસાઈટ નોટ લખી ઘરેથી થોડે દૂર આવેલા મસ્જીદ પાસેની એક આરસીસીની દિવાલના પિલ્લર પાસે ગોળીઓ ખાઈ દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી હતી. મૃતકના પુત્રએ સ્યુસાઈટ નોટના આધારે ચાર શખ્સો સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર