Home /News /gujarat /BTP નેતા રાજેશ વસાવાએ કોંગ્રેસનો હાથ પકડ્યો, કહ્યું- ભાજપ સરકાર આદિવાસી સમાજને ઘેટા-બકરા સમજે છે
BTP નેતા રાજેશ વસાવાએ કોંગ્રેસનો હાથ પકડ્યો, કહ્યું- ભાજપ સરકાર આદિવાસી સમાજને ઘેટા-બકરા સમજે છે
કોંગ્રેસ પક્ષમાં જોડાનાર રાજેશ વસાવા કહ્યું હતુ કે, હું સામાન્ય વ્યક્તિ આદિવાસી સમાજમાંથી આવું છું
કોંગ્રેસ પક્ષમાં જોડાનાર રાજેશ વસાવા કહ્યું હતુ કે, હું સામાન્ય વ્યક્તિ આદિવાસી સમાજમાંથી આવું છું. આજે હું કોંગ્રેસ પક્ષમાં જોડાયો છું. આજની સરકાર 20 વર્ષ કરતા વધુ સમયથી સત્તામાં છે, જે સરકાર આદિવાસીઓને ઘેટાં બકરા સમજે છે.
વિધાનસભા ચૂંટણી (Assembly Election) નજીક આવતા રાજનૈતિક પાર્ટીમાં પક્ષ છોડવાની અને પ્રવેશ કરવાની મોસમ ખીલી ઉઠી છે. બીટીપી નેતા રાજેશ વસાવા (BTP Leader Rajesh Vasava) પાર્ટીમાંથી છેડો ફાડી આજે કોંગ્રેસ (Gujarat Congress)નો હાથ પકડયો હતો. કોંગ્રેસ પ્રભારી ડો રઘુ શર્મા, પ્રમુખ જગદીશ ઠાકોર અને વિપક્ષ નેતા સુખરામ રાઠવાના ઉપસ્થિતિમાં કોંગ્રેસ કાર્યલાય ખાતે કાર્યક્રમ યોજાયો હતો.
ગુજરાત કોંગ્રેસ પ્રભારી ડો રઘુ શર્માએ કહ્યું હતું કે રાજેશ વસાવા 2010થી આદિવાસી સમાજની પ્રગતિ માટે લડાઈ લડી રહેલા બીટીપીના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂકેલા વસાવા આજે કોંગ્રેસ સાથે જોડાયા છે. જળ, જંગલ અને જમીનના વિષય ઉપર કામ કરનાર ભણેલા ગણેલા નેતાએ લડાઈ લડી છે. રાજેશ વસાવાને કોંગ્રેસ પાર્ટીમાં આ વિષયોને લઈને વિશ્વાસ જોવા મળતા તેઓ અમારી સાથે આવ્યા છે.
રાજેશ વસાવાના જોડાવા પર જગદીશ ઠાકોરે કહ્યું કે. અંબાજીથી દક્ષિણ ગુજરાત સુધી આદિવાસીઓને હેરાન કરતી ભાજપ સરકાર છે. આદિવાસીઓના હક્ક માટે લાડનાર યોદ્ધો રાજેશ વસાવા અમારી સાથે જોડાયા છે. લડાયક યુવાન તરીકે કોંગ્રેસમાં જોડાયા ત્યારે એમનું સ્વાગત છે. રાહુલ ગાંધીની કોંગ્રેસ આપણે પ્લેટફોર્મ પૂરું પાડશે અને તમે પણ આ વારસાને આગળ ધપાવશો એવી આશા છે.
વિપક્ષ નેતા સુખરામ રાઠવા કહ્યું હતુ કે આજે રાજેશ વસાવાની ગરીબો અને આદિવાસીઓ માટે કામ કરવાની નીતિમાં માનનારા છે. જ્યાં અગાઉ તેઓ કામ કરતા હતા ત્યાં એમને જોઈએ એવું પ્લેટફોર્મ ન બન્યું. આગળના દિવસોમાં હજી પણ અન્ય આવા લોકો પાર્ટી સાથે જોડાશે. કોંગ્રેસ એક વતા એક કરી બે કરી રહી છે . ભવિષ્યમાં હજુ પણ અનેક આદિવાસ સમાજના આગેવાનો કોંગ્રેસમા જોડાશે. હાલ આ શરૂઆત થઇ છે . ભાજપ સાશનમાં જમીન, જંગલ અને જળ ખતમ થઇ રહ્યું છે. રાજેશ વસાવા કોંગ્રેસની વિચારધારામાં પ્રવેશ કર્યો છે તેઓનું સ્વાગત છે .
કોંગ્રેસ પક્ષમાં જોડાનાર રાજેશ વસાવા કહ્યું હતુ કે, હું સામાન્ય વ્યક્તિ આદિવાસી સમાજમાંથી આવું છું. આજે હું કોંગ્રેસ પક્ષમાં જોડાયો છું. આજની સરકાર 20 વર્ષ કરતા વધુ સમયથી સત્તામાં છે, જે સરકાર આદિવાસીઓને ઘેટાં બકરા સમજે છે. આદિવાસીઓની જંગલ અને જમીન સિવાય અન્ય સમસ્યાઓને લઈને કામ કરવું જરૂરી છે. જયપાલ મુંડા જ અમારા આદર્શ છે. કોંગ્રેસ પાર્ટીએ આદિવાસીઓ માટે કામ કર્યું છે. તાપી નર્મદા પ્રોજેકટ સિવાય અન્ય પ્રોજેકટ સામે આદિવાસી સમાજ માટે કામ કરીશ. હાલ કોંગ્રેસમાં ચૂંટણી માટે કોઈ કમિટમેન્ટ નથી. ડેડીયાપાડાથી ચૂંટણી લડીશએ બાબતે હજી કોઈ બાબત નથી, પાર્ટી કહેશે તો લડીશ.