Home /News /gujarat /

ગુજરાત બાદ હવે પંજાબમાંથી મળી આવી પાકિસ્તાની બોટ, મહિલાઓએ જોયા હતા શંકાસ્પદોને

ગુજરાત બાદ હવે પંજાબમાંથી મળી આવી પાકિસ્તાની બોટ, મહિલાઓએ જોયા હતા શંકાસ્પદોને

ગુજરાતના પોરબંદર બાદ આજે બીએસએફએ પંજાબમાં રાવી નદીમાંથી વધુ એક પાકિસ્તાની બોટ પકડતાં સુરક્ષાને લઇને દહેશતનો માહોલ પ્રસર્યો છે. અમૃતસરના ખાસા પોસ્ટના ક્કડ રાનીયા વિસ્તારમાંથી બીએસએફએ આ બોટ પકડી છે. જેની તપાસ હાલમાં ચાલી રહી છે.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #ગુજરાતના પોરબંદર બાદ આજે બીએસએફએ પંજાબમાં રાવી નદીમાંથી વધુ એક પાકિસ્તાની બોટ પકડતાં સુરક્ષાને લઇને દહેશતનો માહોલ પ્રસર્યો છે. અમૃતસરના ખાસા પોસ્ટના ક્કડ રાનીયા વિસ્તારમાંથી બીએસએફએ આ બોટ પકડી છે. જેની તપાસ હાલમાં ચાલી રહી છે.

પાકિસ્તાની બોટ મળી આવતાં આતંકીઓની ઘૂસણખોરીની દહેશત વધી જવા પામી છે. આ વિસ્તારની સ્થાનિક મહિલાઓના જણાવ્યા અનુસાર એમણે કેટલાક શંકાસ્પદોને બોટમાંથી ઉતરમાં પણ જોયા હતા.

પાકિસ્તાનની સરહદથી જોડાયેલા આ વિસ્તારમાં બીએસએફ અને પંજાબ પોલીસે એલર્ટ જાહેર કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

અહીં નોંધનિય છે કે, સોમવારે સવારે ગુરદાસપુરમાં બીએસએફની ચક્કરી બોર્ડર આઉટ પોસ્ટ નજીક ઘૂસણખોરીનો પ્રયાસ કરાયો હતો. જોકે સેનાએ ફાયરિંગ કરતાં આતંકીઓ ફરાર થઇ ગયા હતા.
First published:

Tags: આતંકવાદી હુમલો, એલર્ટ, પંજાબ, પાકિસ્તાન, પાકિસ્તાની બોટ, ભારત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन