Home /News /gujarat /

દુનિયા ટેન્શનમાં હતી તો આ ભાઇએ ઇજિપ્ત એરના હાઇજેકરના સાથે ખેંચાવી સેલ્ફી

દુનિયા ટેન્શનમાં હતી તો આ ભાઇએ ઇજિપ્ત એરના હાઇજેકરના સાથે ખેંચાવી સેલ્ફી

ઇજિપ્ત એરની ફ્લાઇટના હાઇજેક થવાની ખબરે મંગળવારે સમગ્ર દુનિયામાં ભયનું વાતાવરણ ઉત્પન્ન કર્યું હતુ. સૌ કોઇ અનહોનીની આશંકાથી ભયભીત હતા. પરંતુ આ પ્લેનમાં એક પેસેન્જર એવો પણ હતો, જેણે હાઇજેકરના સાથે જ સેલ્ફી ખેંચી હતી.

  • IBN7
  • Last Updated :
નવી દિલ્હી# ઇજિપ્ત એરની ફ્લાઇટના હાઇજેક થવાની ખબરે મંગળવારે સમગ્ર દુનિયામાં ભયનું વાતાવરણ ઉત્પન્ન કર્યું હતુ. સૌ કોઇ અનહોનીની આશંકાથી ભયભીત હતા. પરંતુ આ પ્લેનમાં એક પેસેન્જર એવો પણ હતો, જેણે હાઇજેકરના સાથે જ સેલ્ફી ખેંચી હતી.

ઇજિપ્ત એરના વિમાનના અપહરણકર્તાની સાથે સ્માઇલ આપતા ખેંચવામાં આવેલ તસ્વીરને સોશિયલ મીડિયા પર અપલોડ કરનાર મુસાફરની ઓળખ 26 વર્ષિય બ્રિટિશ નાગરિક બેંજામિન ઇનેસ ના રૂપમાં થઇ છે. આ તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. બેંજામિન પણ તે 56 મુસાફરોમાં શામેલ હતા, જે ઇજિપ્ત એરની એમએસ 181 ફ્લાઇટને સેફ અલ દીન મુસ્તફા નામના શખ્સ દ્વારા હાઇજેક કરી બંધક બનાવવામાં આવ્યું હતુ.

મુસ્તફા સાથે ફોટોમાં હસતા દેખાઇ રહેલ બેંજામિને વટ પાડવા માટે  ટ્વીટર પર આ ફોટો મિત્રોને શેયર કરતાં લખ્યું હતું કે, તમે જાણી લો કે તમારો મિત્ર ડિંગે ફેંકતો નથી, ન્યૂઝ ચેનલ ચાલુ કરીને જોઇ લો,

બેંજામિન ના એક મિત્રએ આ અંગે જવાબ આપતા લખ્યું કે, 'શું સાથે ઉભેલા વ્યક્તિએ શરીર પર બોમ્બ બાંધેલો  છે..? તું ઠીક છો..? જ્યારે પણ પ્લેનમાંથી બહાર આવે તો, અમને જણાવજે' ડેલી મેલની ખબર અનુસાર, બંધક બનાવવામાં આવ્યા બાદ બેંજામિન જાતે જ મુસ્તફા પાસે પહોચ્યો હતો, અને સેલ્ફી માટે રિકવેસ્ટ કરી હતી. ત્યાર બાદ તેણે આ ફોટો પોતાના ઘરે સાથે રહેનાર સાથી તથા અન્ય મિત્રોને મોકલ્યો હતો.
First published:

Tags: ઇજિપ્ત, ઇજિપ્ત એર, ઇજિપ્ત પ્લેન હાઇજેક, સેલ્ફી

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन