GTUના સ્ટાર્ટ અપ નો બિઝનેસ એક્સપાન્ડ કરવા બ્રિટિશ સરકાર તૈયાર


Updated: January 27, 2020, 7:42 PM IST
GTUના સ્ટાર્ટ અપ નો બિઝનેસ એક્સપાન્ડ કરવા બ્રિટિશ સરકાર તૈયાર
GTUના સ્ટાર્ટ અપ નો બિઝનેસ એક્સપાન્ડ કરવા બ્રિટિશ સરકાર તૈયાર

જીટીયુના ઈનોવેશન કાઉન્સિલમાં સ્ટાર્ટ અપ સાથે યુકેના અધિકારીઓની બેઠક યોજાઈ

  • Share this:
અમદાવાદ : ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના સ્ટાર્ટ અપ હવે યુકેમાં પણ પોતાના સ્ટાર્ટ અપ બિઝનેસનું એક્સપાન્શન કરી શકશે. જે માટે બ્રિટીશ સરકારએ તૈયારી બતાવી છે. જીટીયુના ઈનોવેશન કાઉન્સિલમાં સ્ટાર્ટ અપ સાથે યુકેના ઈન્ટરનેશનલ ટ્રેડ ડિપાર્ટમેન્ટના અધિકારીઓની બેઠક યોજાઈ હતી. સ્ટાર્ટ અપ પોતાના બિઝનેસને ભારત અને યુ કે સુધી સિમિતના રાખતા અન્ય દેશોમાં પણ તે પ્રોડક્ટનું એક્સપોર્ટ કરી શકશે તેવા પ્રયાસો હાથ ધરાયા છે.

સ્ટાર્ટ અપ શરુ કરવા માગતા યુવાનોને યોગ્ય તક મળી રહે તેવા ઉદ્દેશ સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી નાણાકીય સહાય કરવામાં આવે છે. રાજ્યના યુવાનો તેમના સ્ટાર્ટ અપના જોરે UK પહોંચે તેવા હેતુ સાથે યુવાનોની સમયાંતરે જુદા જુદા વિદેશી ડેલીગેટ્સ સાથે બેઠક કરાવવામાં આવે છે. જેના ભાગરૂપે 30 જેટલા સફળ યુવાનોની UKના ડીપાર્ટમેન્ટ ફોર ઇન્ટરનેશનલ ટ્રેડના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. UKમાં પણ સ્ટાર્ટ અપ કેવી રીતે શરુ કરી શકાય, તેના માટે ક્યાં જવું, કોનો સંપર્ક સાધવો, વિઝા કેવી રીતે એપ્લાય કરવા, બિઝનેસ માટે ટેક્સ કેટલો થાય કેવી રીતે ભરવો પડે તેવા પ્રકારની સમજ આપવામાં આવી હતી.

આ પણ વાંચો  - ગુજરાતી યુવતીની આપવીતી : વુહાનમાં 1500 રૂપિયામાં મળે છે પાણીની બોટલ, ખાવાનું પણ ખુટી ગયું

યુવાનો સાથે થયેલી બેઠક બાદ UKના અધિકારીઓએ જણાવ્યું કે બ્રિટીશ હાઈકમાન્ડ ઈચ્છે છે કે ભારત અને ખાસ કરીને ગુજરાતના યુવાનો તેમની પ્રોડક્ટ લઈને UKમાં પહોંચે. કેટલાક સફળ સ્ટાર્ટ અપ કરી ચુકેલા 30 જેટલા યુવાનો તેમના પ્લાન સાથે આવ્યા હતા. આ યુવાનો તેમના સ્ટાર્ટ અપ સાથે UKમાં પણ પહોંચે તેવા પ્રયાસો કરવામાં આવશે. આ યુવાનો તેમના સ્ટાર્ટ અપ સાથે UKમાં આવે તે માટે UK સરકાર પણ ગંભીરતા દાખવી રહી છે.

ડિપાર્ટમેન્ટ ફોર ઈન્ટરનેશનલ ટ્રેડના ઓફિસર અલ્પેશ પટેલે જણાવ્યું હતું કે 30 કંપનીઓ હતી તે લોકોને અમારે બ્રિટન લઈ જવા છે. ત્યા પોતાનો બિઝનેસ એક્પોર્ટ કરવા ટેકનોલોજીમાં, એગ્રીકલ્ચર, ટેલીકોમ, યુ કે ગવર્મેન્ટ માટે ગુજરાત ઈમ્પોટન્ટ છે. ત્યાંથી ધંધો કરે તો ત્યાં લિટલ ગુજરાત જેવું છે ત્યાં બીજુ ઘર તેઓને મળે. તેઓ કંપની રજિસ્ટર કરે ત્યાં ગર્વમેન્ટ થ્રુ એક્સપોર્ટ કરવાનું તેમજ ફંડીગ મળશે.

જીટીયુ સ્ટાર્ટ અપ સેન્ટરના સૌરભ સાહુએ જણાવ્યું હતું કે આ પ્રોગ્રામ યુકે ગર્વમેન્ટનું ઈનિસિયેટીવ છે કે ગ્લોબલ એન્ટરપ્રિનિયોર પ્રોગ્રામ હતો. જેમાં 60 લોકોએ રજિસ્ટ્રેશન કર્યું હતું. જેમાંથી 45 હાજર રહ્યાં હતા. યુ કે સરકાર કંપનીઓ ગુજરાતમાં સેટઅપ છે તેઓને કેવી રીતે ત્યાં બિઝનેસ એક્સપાન્ડ કરવો, સ્ટ્રેટેજીક હેડક્વાર્ટર ત્યાં બનાવવા માટેની વિસ્તૃત ચર્ચા કરી હતી.મહત્વનું છે કે અત્યાર સુધીમાં GTU દ્વારા કુલ 348 સ્ટાર્ટ અપને મદદ કરવામાં આવી છે. આના માટે કુલ 4.01 કરોડની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી છે. અત્યાર સુધી સ્ટાર્ટ અપ શરુ કરી ચુકેલા યુવાનો દ્વારા 12.56 કરોડ રૂપિયા રેવેન્યુ જનરેટ કરવામાં આવી છે. GTU મારફતે સ્ટાર્ટ અપ થકી અત્યાર સુધી 105 જેટલા પેટન્ટ પણ ફાઈલ કરાયા છે તો આ સ્ટાર્ટ અપ દ્વારા 509 લોકોને રોજગારી પણ પૂરી પાડવામાં આવી રહી છે.
First published: January 27, 2020
વધુ વાંચો
अगली ख़बर