અમદાવાદ : 'ભાડું સેનું? ભાડું આપવાનું ન હોય', ગર્લફ્રેન્ડ સાથે ગેસ્ટહાઉસમાં આવેલા યુવકે મેનેજરને માર માર્યો


Updated: February 15, 2020, 11:59 AM IST
અમદાવાદ : 'ભાડું સેનું? ભાડું આપવાનું ન હોય', ગર્લફ્રેન્ડ સાથે ગેસ્ટહાઉસમાં આવેલા યુવકે મેનેજરને માર માર્યો
પ્રતિકાત્મક તસવીર

ID Proofને ફાડી અને પોતાના ત્રણ સાગરિતો બોલાવી યશ ચુનારા નામના વ્યક્તિએ મારામારી કર્યાની ફરિયાદ

  • Share this:
અમદાવાદ: શહેરમાં અનેક એવા ગેસ્ટ હાઉસ છે જ્યાં આઈડી પ્રુફ વગર પણ લોકોને એન્ટ્રી મળી જાય છે. ખોખરામાં આવો જ એક કિસ્સો બન્યો. એક યુવક એની ગર્લફ્રેન્ડ ને એક ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો. જ્યાં અઢી કલાક રૂમ રાખી મજા માણી હતી. બાદમાં હોટલ મેનેજરે પૈસા માંગતા આવેશમાં આવીને તેને માર મારી આઈડી પ્રુફ ફાડી નાખ્યા હતા.

આ ઘટના બાદ ગેસ્ટહાઉસના મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જોકે, મેનેજર સાથેની મારામારીની ઘટનાના કિસ્સાઓ ખાસ્સી ચર્ચા જગાવી છે. બનાવની વિગત એવી છે કે અમદાવાદ શહેરના મણિનગર પૂર્વમાં આવેલી હોટલ સનસરોવરમાં મહેશ ભાઈ પાટીદાર મેનેજર તરીકે ફરજ બજાવે છે. એમની હોટલમાં યશરાજ ચુનારા નામનો વ્યક્તિ ત્રણેક વાગ્યે આવ્યો હતો. તેને શીતલ નામની યુવતીનું આઈડી પ્રુફ આપી રૂમ લીધો હતો. આશરે પોણા પાંચેક વાગ્યે રૂમની બહાર આવ્યો ત્યારે મેનેજરે તેની પાસે ભાડું માંગ્યું હતું. પણ યશરાજે ભાડું ના આપવાનું હોય એમ કહી મગજમારી કરી હતી

આ પણ વાંચો :  સુરત : USથી લગ્નમાં આવેલી કિશોરીનો ચોંકવાનારો કિસ્સો, Valentine Dayના દિવસે જ થઈ ગુમ

સાગરિતોને બોલાવી મેનેજર સાથે માર મારી કરી

મેનેજરે આઇડીપૃફ રાખ્યા હતા તે પણ આંચકી લઈ ફાડી નાખ્યા હતા. અને તેના સાગરીતો રાહુલ ચુનારા અને લાલો ઠાકોરને બોલાવ્યા હતા.
આ ત્રણેય શખસો એ મેનેજર સાથે બોલાચાલી કરી મારામારી કરતા મેનેજરે પોલીસ બોલાવી હતી. પોલીસે મેનેજર મહેશભાઈ ની ફરિયાદ નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
First published: February 15, 2020
વધુ વાંચો
अगली ख़बर