જનક જાગીરદાર, બોરસદ: શહેરમાં (Borsad) ઠક્કર ખમણ હાઉસ (Thakkar Khaman House) નામે ધીકતો ધંધો ધરાવતા પરિવારની પરિણીતાનુ (married woman) ગતરોજ બપોરના સમયે બાથરૂમમાં (suspective death) શંકાસ્પદ રીતે મોત નિપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. બનાવ સંદર્ભે પરિણીતાના સાસરે જાણ થતાં તેઓ બોરસદ આવી પહોંચ્યા હતા. પરિણીતાના પિયર પક્ષના લોકોએ શંકા વ્યક્ત કરતાં મૃતદેહનું પોસ્ટમર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં ગળાના ભાગે નિશાન મળી આવ્યાં હતા. હાલમાં પોલીસે (Borsad rural police) અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સંતાનમાં એક પુત્રી અને પુત્ર છે
આ અંગે મળતી માહિતી પ્રમાણે, ઠક્કર ખમણ હાઉસથી પ્રખ્યાત એવા અમિત ઠક્કર બોરસદ-આણંદ રોડ ઉપર આવેલી લેગસી સોસાયટીમાં રહે છે. જેના લગ્ન સુરત ખાતે રહેતી રોક્ષા (ઉં.આશરે વર્ષ 35) નામની યુવતી સાથે પંદર વર્ષ પહેલાં થયા હતા. તેમને સંતાનમાં એક પુત્રી અને પુત્ર છે. મંગળવારે સવારે પરિણીતાનું બાથરૂમમાં નાહવા જતા સમયે શંકાસ્પદ મોત નીપજ્યું હતું.
આ બાબતે સાસરીવાળાઓએ તેના પિયર પક્ષને ફોન કરી રોક્ષાને પડી જવાથી ઈજા થવાનું જણાવ્યું હતું. જે બાદમાં થોડી વારમાં ફરી ફોન કરીને તેનું મોત નીપજ્યું હોવાનું કહ્યું હતુ. જેથી સુરતમાં રહેતો પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. તો બીજી બાજુ પરિણીતાના અંતિમ સંસ્કારની તૈયારીઓ થવા લાગી હતી.
પ્રતિષ્ઠિત પરિવારની પરિણીતાના મોત મામલે સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. બોરસદ શહેર પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી. તેમજ મૃતક પરિણીતાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યો હતો. જેનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવી જતાં શહેર પોલીસે દ્વારા પરણિતના મોત મામલે કડક કાર્યવાહી કરી ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
પોસ્ટ મોર્ટમ રિપોર્ટ મુજબ, મૃતક પરિણીતાના ગળા પર ગંભીર ઈજાથી મોત થયું હોવાનું સામે આવ્યુ છે. બાથરૂમમાંથી લાશ મળતાં અને ત્યારબાદ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ઠક્કર ખમણ હાઉસનો ધંધો કરતો પરિવાર શંકાના દાયરામાં આવી ગયો છે. ત્યારે હવે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકે રાતે એક વાગે ભાઇને કર્યો હતો મેસેજ
મૃતકના ભાઈ, ધવલ ગંગદેવે આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સોમવારની રાત્રે સવા એક વાગ્યાની આસપાસ મારી બહેને મને મેસેજ કર્યો હતો. આ મેસેજ વ્હોટ્સએપ ફરતો હોય તેવો હતો, પરંતુ એમાં જાણે સાસરિયાંની જે માગ હોય એને રજૂ કરતો હતો. જોકે તેણે મોકલેલો મેસેજ મેં સવારે જોયો હતો, પરંતુ હું કામમાં હોવાથી તેને ફોન કરવાનું રહી ગયું હતું. તેમણે વધુમા જણાવ્યુ હતુ કે, થોડા વર્ષ પહેલા મારો મોટા ભાઈ અંકુર બોરસદમાં બહેનના ઘરે રહેવા ગયો હતો. એ સમયે તે સૂતો હતો. ત્યારે બેનનો રડવાનો અવાજ આવતો હતો. એને પગલે એ જ દિવસે રોક્ષા તથા તેનાં બંને બાળકોને લઈને પિયર સુરત આવી ગયા હતા. બાદમાં દોઢ-બે મહિના રહ્યા બાદ તેમણે સમાધાન કરી તેને પરત લઈ ગયા હતા.