Home /News /gujarat /પાટણઃબોરસણની સીમમાં દીપડાનો આતંક, ત્રણ ગામલોકો પર હુમલો

પાટણઃબોરસણની સીમમાં દીપડાનો આતંક, ત્રણ ગામલોકો પર હુમલો

પાટણઃ પાટણના બોરસણ ગામે આજે દીપડાએ આતંક મચાવ્યો છે. ત્રણ ગ્રામજનો પર હુમલો કરી ઘાયલ કર્યા છે. ઘાતક હથિયારો ધારણ કરી ગામલોકો દીપડાને પકડવા દોટ લગાવી છે.વનવિભાગ પાસે દીપડા ને પકડવા પુરતી સાધન સામગ્રી ના હોવાથી દીપડાને પકડવા ગાંધીનગર ફોરેસ્ટ વિભાગને જાણ કરાઇ છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
    પાટણઃ પાટણના બોરસણ ગામે આજે દીપડાએ  આતંક મચાવ્યો છે. ત્રણ ગ્રામજનો  પર હુમલો કરી ઘાયલ કર્યા છે. ઘાતક હથિયારો ધારણ કરી ગામલોકો દીપડાને પકડવા દોટ લગાવી છે.વનવિભાગ પાસે દીપડા ને પકડવા પુરતી સાધન સામગ્રી ના હોવાથી દીપડાને પકડવા ગાંધીનગર ફોરેસ્ટ વિભાગને  જાણ કરાઇ છે.
    આજરોજ પાટણ ના બોરસણ ગામે સવારે સીમમાં આવેલ  ખેતરમાં દીપડો જોવા મળતા ગ્રામજન દ્વારા સમગ્ર ગામ ને જાણ કરતા ગામ ના અગ્રણી દ્વારા વન વિભાગ ને જાણ કરી હતી અને તાત્કાલિક વન વિભાગ ના અધિકારીઓ તેમજ સમગ્ર  ગામ એકત્રિત થઇ દીપડા ને પકડવા માટે સવાર થી દોડધામ કરી રહ્યા છે  ત્યારે સમગ્ર દિવસ દરમ્યાન દીપડા ને પકડવા પ્રયાસ કરવા જતા ત્રણ ગામ ના ઈસમો ને દીપડાએ હુમલો કરી ઝખ્મી કર્યા હતા અને તેમને ગંભીર ઈજાઓ  પોહ્ચતા ધારપુર સિવિલ હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડ્યા હતા તો દીપડાના આંતક ને લઇ સમગ્ર ગામમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે અને દીપડાને પકડવા માટે પાંજરું પણ ગોઠવામાં આવ્યું છે.

    પણ તેમાં પણ સફળતા  મળી ના હતી ત્યારે હાલ માં  દીપડો ગામ ના એક ખેતર માંથી બીજા ખેતર માં દોડધામ કરી રહ્યો છે ત્યારે સમગ્ર દિવસ દરમ્યાન દીપડા ને પકડવા માટે અનેક પ્રયાસો કરવા છતાં વન વિભાગ પાસે દીપડાને પકડવા માટે ની પુરતી સાધન સામગ્રી ના હોઈ દીપડા ને પકડવા ના સાંજ સુધી ના તમામ પ્રયાસ નિષ્ફળ રહ્યા છે અને લોકો ના અવાજ અને તેને પકડવા ના પ્રયાસ ને લઇ  દીપડા એ હાલ માં હિંસક રૂપ ધારણ કર્યું છે અને જે પણ નજીક જાય છે તેના પર હુમલો કરતો હોઈ હાલ માં પાટણ વન વિભાગ દ્વારા દીપડા ને પકડવા માટે ગાંધીનગર ફોરેસ્ટ વિભાગ ને જાણ કરી બોલવામાં આવી છે અને ઘટના સ્થળે થી ગ્રામજનો ને દુર કરવાના પ્રયાસો હાથ  ધર્યા છે.
    First published:

    Tags: ઘાયલ, દીપડો, વન વિભાગ

    विज्ञापन